તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

5 દિવસમાં ~24.69 કરોડની વીજળી ઉત્પન્ન કરાઇ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સરદારસરોવર નર્મદા ડેમના જળવિદ્યુત મથકોએ માત્ર 5 દિવસમાં રૂપિયા 24.69 કરોડની વીજળી ઉત્પન્ન કરી છે. મધ્યપ્રદેશમાંથી 12 જુલાઇથી થઇ રહેલી પાણીની આવકનાં કારણે રીવરબેડનાં તમામ 6 ટર્બાઇનો 6 મહિના બાદ ધમધમતા થઇ ગયા છે.

બે વર્ષથી નબળા ચોમાસા વચ્ચે પાણીની તંગી સરદાર સરોવર નર્મદા ડેમનાં રીવરબેડ પાવરહાઉસ પર પણ વર્તાઇ હતી. ગત ડિસેમ્બર મહિનાથી ડેમ સત્તાધિશોને રીવરબેડ પાવરહાઉસ બંધ કરી દેવાની ફરજ પડી હતી. પર્વતમાન ચોમાસાની મૌસમ શરૂ થઇ જતા 6 મહિનાથી બંધ રીવરબેડ પાવરહાઉસ મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી પાણીની આવક થતા ગત 12 જુલાઇથી ધમધમતુ થયું છે.

રીવરબેડ પાવરહાઉસનાં 200 મેગાવોટની ક્ષમતાનાં 6 ટર્બાઇનો કાર્યરત થઇ જતા નર્મદા નદી પણ મીઠા પાણીથી નવચેતન બની છે. તા. 16 જુલાઇ સુધીમાં 5 દિવસમાં આર.બી.પી.એચ. 73446 મેગાવોટ વીજ ઉત્પાદન કર્યુ છે. જયારે 50 મેગાવોટની ક્ષમતાનાં કેનાલહેડ પાવરહાઉસનાં 5 ટર્બાઇનો પૈકી જરૂરીયાત મુજબ ચલાવી 5 દિવસમાં 8880 મેગાવોટ વીજળી ઉત્પાદિત કરાઇ છે.

બન્ને જળવિદ્યુત મથકોએ 5 દિવસમાં 82.32 મિલિયન યુનિટ વીજળી પેદા કરી છે. જેનો સરકારી ભાવ 3 રૂપિયા ગણીએ તો કુલ ~24.69 કરોડની વીજળી ઉત્પાદિત થઇ છે. સરદાર સરોવરનાં જળવિદ્યુત મથકોને વિના વિક્ષેપે અવિરત વીજ ઉત્પાદન બદલ રાષ્ટ્રીયકક્ષાનાં બે એવોર્ડ પણ એનાયત થયા છે.

અત્યાર સુધી 37705 મિલિયન યુ.ઉત્પાદન

સરદારસરોવરનાં રીવરબેડ-કેનાલહેડ પાવરહાઉસે અત્યાર સુધીમાં 37705 મિ.યુનિટ વીજળી પેદા કરી છે. રીવરબેડે 32430.052,કેનાલહેડે 5275.928 મિ.યુનિટ પાવર જનરેટ કર્યો છે. વિદ્યુતમથકોને અવિરત વીજ ઉત્પાદન બદલ એવોર્ડ પણ એનાયત થયા છે.

3 મહિનામાં 3.546 મિ.યુનિટ ઉત્પાદન

વર્ષ2016ની શરૂઆતથી રીવરબેડ પાવરહાઉસ બંધ હતું. મે-જૂન સુધીમાં નદી ઉનાળામાં પાણીની સૂકીભઠ બનતા પાણી છોડવાની માંગ થતા નર્મદા નદીમાં પાણીનો પ્રવાહ વહેતો કરવા માત્ર 1 ટર્બાઇન ચલાવતા માંડ 3.546 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન થઇ શકી હતી.

કેનાલહેડનું 50 મિ. યુનિટ જનરેશન

પાણીનીતીવ્ર ખેંચનાં કારણે કચ્છ અને સૌરાષ્ટ્ર સુધી મુખ્ય કેનાલ મારફતે પાણી પહોંચાડવા કેનાલહેડ પાવરહાઉસ ટર્બાઇનો ચલાવાતા હતા. મે મહિનામાં કેનાલહેડ પાવરહાઉસે 33.425 મિ.યુનિટ જયારે જૂન મહિનામાં માત્ર 17.087 મિલિયન યુનિટ વીજળી ઉત્પન્ન કરી હતી.

મુખ્ય ડેમ અને જળવિદ્યુત મથકોનો ખર્ચ 2013 માં વસૂલ

પાવરજનરેશન થકી વર્ષ 2013 માં 121.82 મીટરે રહેલા નર્મદા ડેમ અને જળવિદ્યુત મથક પાછળનો ખર્ચ વસૂલ થઇ ગયો છે. નર્મદા ડેમનાં 11 ટર્બાઇનો ધરાવતા બન્ને પાવર પ્રોજેકટ પાછળ રૂપિયા 4670 કરોડનો ખર્ચ થયો છે. જયારે તે સમયે ડેમ નિર્માણ પાછળ 70 લાખ ઘનમીટર કોક્રીંટનો વપરાશ કરી રૂપિયા 790 કરોડ ખર્ચાયા હતા. વર્ષ 2013 માં જળવિદ્યુત મથકોએ 2823 કરોડ યુનિટ વીજળી પેદા કરી હતી. જે સમયે તેની સરકારી કિંમત રૂપિયા 5787 કરોડ થતી હતી. વીજ ઉત્પાદને નર્મદા ડેમ અને જળવિદ્યુત મથકોનો ખર્ચ વસૂલ્યો હોવાનું તે સમયનાં તત્કાલિન ચીફ ઇજનેર પી.એમ.પટેલે જણાવ્યું હતું. આજે કુલ વીજ ઉત્પાદનની કિંમત 9427 કરોડથી પણ વધુને આંબી ગઇ છે.

{ મહિના બાદ રિવર બેડના તમામ ટર્બાઇનો ધમધમી ઉઠ્યાં RBPH દ્વારા 73446 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવી

{ સરદાર સરોવરમાં ઉપરવાસની અાવક શરૂ થતાં બન્ને જળવિદ્યુત મથકનું 16 જુલાઇ સુધીમાં 82.32 મિલિયન યુનિટ પાવર જનરેશન

સરદાર સરોવર નર્મદા ડેમના જળવિદ્યુત મથકોએ પાંચ દિવસમાં ~24.69 કરોડની વીજળી ઉત્પન્ન કરી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો