તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ અંકલેશ્વરમાં મિલ્ક ડે નિમિત્તે ચિત્ર સ્પર્ધા

ભરૂચ-અંકલેશ્વરમાં મિલ્ક-ડે નિમિત્તે ચિત્ર સ્પર્ધા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને અંકલેશ્વરની શાળાઓમાં અમૂલ તેમજ દૂધધારા ડેરી દ્વારા નેશનલ મિલ્ક ડે ની ઉજવણી અંતગર્ત સોમવારે ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી હતી. વિજેતા બાળકોને પુરસ્કાર આપી દૂધનું મહત્વ સમજાવી ફલેવર મિલ્કનું વિતરણ કરાયું હતું.

દેશમાં શ્વેતક્રાંતિનાં પ્રણેતા ડો. વર્ગીસ કુરિયનનાં જન્મદિવસને રાષ્ટ્રીય દૂધ દિવસ તરીકે ઉજવણીનાં ભાગરૂપે ભરૂચની દૂધધારા ડેરી અને અમૂલ એક સપ્તાહથી જિલ્લામાં મિલ્ક ડે ની ઉજવણી પ્રજા સાથે કરી રહી છે. દૂધની વિવિધ બનાવટો તેના ફાયદા અને ડેરીમાં બનાવાતી વિવિધ પેદાશોની લોકોને જાણકારી આપવામાં આવી રહી છે. શહેરમાં ઘરડા ઘર અને જુવેનાઇલ હોમનાં બાળકો સાથે મિલ્ડ ડે મનાવ્યાં બાદ સોમવારે ભરૂચ અને અંકલેશ્વરની શાળાઓમાં ઉજવણી કરવામાં આવી હતી.દૂધધારા અને અમૂલની ટીમે ભરૂચની યુનિયન સ્કૂલ અને અંકલેશ્વરની લાયન્સ સ્કૂલનાં બાળકો સાથે સોમવારે ઉજાણી કરી હતી. નિમિત્તે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચિત્ર સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લઇ ડો. કુરિયન, અમૂલ, ગાય તેમજ દૂધની વિવિધ બનાવટો તેમજ તેનું મહત્વ દર્શાવતા ચિત્રો દોરી તેમા રંગો પુર્યા હતા. વિજેતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર અમૂલની ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યાં હતા.

ડો.વર્ગીસ કુરીયનનાં જન્મ દિનની ઉજવણી

વિવિધ બનાવટો બાળકોને સમજણ આપી

અન્ય સમાચારો પણ છે...