તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • સહકારી ક્ષેત્રમાં કામ કરતાં 1 લાખ કામદારોના બેંક ખાતા ખોલાશે

સહકારી ક્ષેત્રમાં કામ કરતાં 1 લાખ કામદારોના બેંક ખાતા ખોલાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેવડીયા,ધારીખેડા સુગર ફેક્ટરી અને આમલેથા ટેક્સટાઇલના મજુરો વગેરે માટે વિવિધ બેંકના કર્મચારીઓને સ્થળ ઉપર ઉપસ્થિત રહી ખાતુ ખોલી આપવા અંગે સુચના આપી હતી. જેના પગલે ધારીખેડા સુગર ફેક્ટરી અને કેવડિયા જેપી કેમ્પ અને એલ.એન્ટી કેમ્પસ ખાતે બેન્કોએ કેમ્પ કરી 600 થી વધુ ખાતા ખોલ્યા હતાં. આગામી દીવસોમાં ભરૂચ અને નર્મદા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં કામ કરતાં 1 લાખ કરતાં વધુ કામદારોના ખાતા ખોલવાનું આયોજન છે.

ડિજિટલ પેમેન્ટના પહેલા પગથિયાં સમાન બેન્ક ખાતું અત્યંત આવશ્યક છે. હજી પણ કેટલાક કારીગર અથવા સરકારી દફતરે નોંધાયા વગર ના કેટલાક મજુર વર્ગના લોકોના જનધન ખાતા ખુલ્યા નથી. આવા લોકોના બેન્ક ખાતા ખોલવા નર્મદા કલેકટર દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી હતી.

ધારીખેડા સુગર ફેકટરીના ચેરમેન ઘનશ્યામ પટેલે જણાવ્યું હતું કે, અમારી સુગર મિલમાં 20હજાર જેટલા શેરડી કાપતા મજુરો છે તથા દૂધધારા ડેરીમાં દૂધ ભરતા 80 હજાર જેટલા સભાસદો છે. તમામના બેન્ક ખાતા ખુલે તેવા પ્રયાસો કર્યા છે.આ માટે વિવિધ સ્થળોએ કેમ્પ કરવામાં આવશે. બેંક મેનેજર પ્રવિણ કુંદને જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં બધાજ નાણાકીય વહેવાર બેન્ક મારફતે થવાના છે.

બેંકો દ્વારા વિવિધ સ્થળોએ કેમ્પ યોજવાનું શરૂ કરાયું

ભરૂચ-નર્મદામાં નોટબંધીની અસરો નિવારવાના પ્રયાસો

ધારીખેડા સુગર ફેકટરી ખાતે શ્રમજીવીઓના બેંક ખાતા ખોલવા માટે કેમ્પ યોજવામાં આવ્યો હતો. તસવીર-પ્રવિણપટવારી

અન્ય સમાચારો પણ છે...