ભરૂચ-ઝઘડિયામાં બે સ્થળેથી બે જીપ તસ્કરો ઉઠાવી ગયાં

બોલેરો ચોર ટોળકી સક્રિય થઇ હોવાની આશંકા સ્થાનિક પોલીસે મામલાની તપાસ હાથ ધરી

DivyaBhaskar News Network | Updated - Apr 02, 2018, 03:45 AM
ભરૂચ-ઝઘડિયામાં બે સ્થળેથી બે જીપ તસ્કરો ઉઠાવી ગયાં
ભરૂચ અને ઝઘડિયામાં બોલેરો જીપ ચોરતી ટોળકી સક્રિય થઇ હોવાનું લાગી રહ્યું છે. રાત્રીના સમયગાળા દરમિયાન બે સ્થળેથી તસ્કરો બે બોલેરો જીપની ચોરી કરી ગયાં હતાં.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભરુચ શહેરના શેરપુરા ખાતે આવેલાં મદિના પાર્ક ખાતે રહેતાં ઇકરામુલ અહેમદવલી પટેલે તેમની બોલેરો કેમ્પર ગાડી ભરૂચ બાયપાસ રોડ પર શ્રવણચોકડી નજીક મહેસાણા સ્ટીલ સામે પાર્ક કરી હતી. સવારે તેઓ તેમના મિત્ર મોહમંદ યુસુફ મુર્તુજા સાથે ક્યાંક જવા માટે તેમની ગાડી પાર્કિંગની જગ્યાએ જતાં ત્યાં તેમની બોલેરો કેમ્પર ગાડી ત્યાં મળી ન હતી. તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં તેમને તસ્કરો અંગે સગડ નહીં મળતાં તેમણે એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં ઝડડિયાના ગોવાલી ગામે રહેતાં વસંત પ્રભાત ઠાકોર ભરૂચના આશિષ પટેલની બોલેરો ગાડી પર ડ્રાઇવર તરીકે ફરજ બજાવતો હતો. રાત્રીના સમયે તેણે તેના ઘર પાસે તેની બોલેરો જીપ પાર્ક કરી હતી. તે કોઇ ચોર ચોરી કરી જતાં તેમણે આસપાસના વિસ્તારમાં તપાસ કરવા છતાં બોલેરો અંગે કોઇ માહિતી નહીં મળતાં આખરે તેમણે ઝઘડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

X
ભરૂચ-ઝઘડિયામાં બે સ્થળેથી બે જીપ તસ્કરો ઉઠાવી ગયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App