દક્ષિણ ઝોનની વોલીબોલ સ્પર્ધામાં 26 ટીમોએ ભાગ લીધો

રમતગમત | ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત સ્પોટર્સ સ્કૂલમાં આયોજન થયું હતું ભાઇઓમાં સુરતની જે.એમ....

DivyaBhaskar News Network | Updated - Apr 02, 2018, 03:45 AM
દક્ષિણ ઝોનની વોલીબોલ સ્પર્ધામાં 26 ટીમોએ ભાગ લીધો
સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતના ઉપક્રમે આ વર્ષે દક્ષિણ ઝોન સ્કુલ લીગ વોલીબોલ સ્પર્ધાનું આયોજન ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે કરેલ હતું. આ સ્પર્ધામાં દક્ષિણ ઝોનની વોલીબોલ ભાઈઓમાં કુલ ૧૯ અને બહેનો માં કુલ ૭ ટીમોએ ભાગ લીધેલ હતો. સ્પર્ધાનું ઉદઘાટન ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવેલ હતું.

આ પ્રસગે કોલેજના ટ્રસ્ટી દિનેશ પંડ્યા દ્વારા પણ ખેલાડીઓ ને પ્રોસાહન પૂરું પાડેલ હતું. ભાઈઓની સ્પર્ધામાં શ્રી એમ.જે.ભટ્ટ વિદ્યાલય,મોટા ,સુરત અને બહેનો માં ગજેરા વાત્સલ્ય વિદ્યાલય, સુરત વિજેતા બની છે. તેમને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 1 લાખ રૂ નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે અને તેઓને હવે રાજ્ય ક્ક્ષાએ લીગ ટુર્નામેન્ટ રમવા જશે.

ભાઈઓની સ્પર્ધામાં બીજા નંબર પર સેન્ટ જોસેફ વિધાલય- વલસાડ અને બહેનોમાં સુરતની ગજેરા વિદ્યાલય આવેલ છે. તેઓને પણ ૭૫ હજાર ઈનામ પેટે મળવાના છે. વિજેતા ટીમોને સીનીયર કોચ રાજનસિંહ ગોહિલ, રમતગમત અધિકારીશ્યામું પંડોર અને વોલોબોલ હેડ કોચ અહેમદ શેખએે શુભેચ્છા પાઠવી છે.

ભરૂચના તપોવન સંસ્કાર કેન્દ્ર સંચાલિત સ્પોટર્સ સ્કુલ ખાતે દક્ષિણ ઝોનની વોલીબોલ ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી.

X
દક્ષિણ ઝોનની વોલીબોલ સ્પર્ધામાં 26 ટીમોએ ભાગ લીધો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App