Divya Bhaskar

Home » Daxin Gujarat » Latest News » Bharuch » અંકલેશ્વર-પાનોલીમાં પ્રદૂષિત પાણીની માત્રામાં 12 વર્ષ બાદ સુધારો આવ્યો

અંકલેશ્વર-પાનોલીમાં પ્રદૂષિત પાણીની માત્રામાં 12 વર્ષ બાદ સુધારો આવ્યો

Divyabhaskar.com | Updated - Apr 02, 2018, 03:45 AM

  • અંકલેશ્વર-પાનોલીમાં પ્રદૂષિત પાણીની માત્રામાં 12 વર્ષ બાદ સુધારો આવ્યો
    અંકલેશ્વર અને પાનોલી એસેટએ છેલ્લા 12 વર્ષ બાદ નિયત માત્રમાં પ્રદુષિત પાણી દરિયામાં છોડ્યું છે. પાણીના આઉટલેટમાં સી.ઓ.ડી., બી.ઓ.ડી અને એન.એચ.3 ની માત્રા પ્રથમ વખત સીપીસીબી અને જીપીસીબી નિયત કરેલી માત્ર કરતા નીચે આવ્યા છે.

    ભરૂચ જિલ્લાની અંકલેશ્વર અને પાનોલી જીઆઇડીસીની કંપનીઓના પ્રદુષિણ પાણીને ટ્રીટમેન્ટ આપ્યાં બાદ પાઇપલાઇનથી દરિયામાં છોડવામાં આવે છે. કંપનીઓમાંથી આવતાં પાણીમાં બીઓડી, સીઓડી તથા એનએચ-3ની માત્રા વધારે આવતી હોવાથી પ્રદુષણ નિયંત્રણના પ્રયાસોને ફટકો પડી રહયો હતો. આ સમસ્યાના નિવારણ માટે ભુતિયા જોડાણોથી પાણી છોડતી કંપનીઓ સામે અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન બાદ હવે આઉટલેટના પાણીમાં સુધારો આવ્યો છે. એનસીટીના આઉટ લેટ જ્યાંથી દરિયામાં પાણી છોડવામાં આવે છે ત્યાંની માત્ર સી.ઓ.ડીની માત્રા બદલે પ્રથમ વખત 448 આવી છે. નિયત માત્રા 500 નકકી કરવામાં આવી છે. બી.ઓ.ડીની માત્ર 100 નિયત છે તેનાથી ઓછી 24 આવી છે. એમોનિકાલ નાઇટ્રોજનની નિયત માત્ર 50 અને બદલે 49 આવી છે. 2007 બાદ પ્રથમ વખત દરિયામાં નિયત માત્રા મુજબનું પાણી છોડવામાં સફળતા મળી છે.

    ભુતિયા જોડાણથી પાણીનો નિકાલ કરતાં ઉદ્યોગો સામેની ઝૂંબેશનું પરિણામ

    તમામના સંયુકત પ્રયાસોથી પરિણામ મળ્યું છે

    નિયત માત્ર કરવા ઓછી માત્રમાં પ્રદુષિત પાણી દરિયામાં છોડવાની જે સફળતા મળી છે તે તમામના સંયુક્ત યાસોનું પરિણામ છે. આ જ માત્રા આગામી દિવસોમાં જળવાઇ રહે તેવા પ્રયત્નો રહેશે. આર.બી.ત્રિવેદી, રીજીયોનલ મેનેજર, જીપીસીબી, અંકલેશ્વર

    સીપીસીબીની કલમ 18 (બી) હટાવવા માટેના પ્રયાસોને હવે વેગ મળશે

    2007 બાદ પ્રથમ વખત આ પરિણામ મળ્યું છે

    31 માર્ચના રોજ પ્રથમ વખત નિયત માત્ર કરતા ઓછી માત્ર પ્રદુષિત પાણી છોડ્યું છે જે 2007 બાદ પ્રથમ વખત આવું થયું હોવાનું જોવા મળ્યું છે. પર્યાવરણ જળવાય તેમજ પ્રદુષણ માત્ર હજી પણ ઘટે તેવા પ્રયત્ન કરાવા તંત્રને અપીલ કરુ છું. સલીમ પટેલ, પર્યાવરણવાદી, અંકલેશ્વર

    પ્રદુષિત પાણીને NCTમાં શુદ્ધ કરીને પાઇપલાઇનથી દરિયામાં નીકાલ કરવામાં આવે છે

    બહારથી આવતાં ટેન્કરોને રોકવામાં આવશે

    જીઆઇડીસીના તમામ રોડ પર નાકા ઉભા કરી બહારથી આવતા ટેન્કરો સંપૂર્ણ રીતે અટકવામાં આવશે. પ્રદુષણની માત્રામાં થયેલો ઘટાડો આવકારદાયક છે અને આ પ્રયાસો ચાલ રાખવામાં આવશે. મહેશ પટેલ, પ્રમુખ, એ.આઈ.એ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Daxin Gujarat

Trending