તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પહોંચીવળવા બોર ચાલુ કરી 2 કરોડ લીટર પાણી મેળવાઇ રહયું છે.

મોટાભાગના વિસ્તારોમાં પાણી પુરતા પ્રેસરથી મળતું નહિ હોવાથી સવારે 4 વાગ્યે ઉઠી જવા છતાં ગૃહિણીઓ પાણીથી વંચિત રહી જાય છે. આવા સંજોગોમાં પાલિકા સત્તાધીશોએ 5 ટેન્કરોની મદદથી પુષ્પાબાગ, બળેલી ખો, બરકતવાડ, ખરાડીવાલ, એકતાનગર, રામનગર, ખરાડીવાડ, આલી સહિતના વિસ્તારોમાં પાણી આપવાનો પ્રયાસ કર્યો છે. માતરિયા તળાવમાં પાણીના સંગ્રહની વ્યવસ્થા નહિ હોવાને કારણે નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચમાં ટેન્કરથી પાણી આપવું પડે તે કડવી વાસ્તવિકતા છે.

રાજપીપળામાંમુસ્લિમ...

પ્રવૃતિઓસામે આંદોલનના એંધાણ વર્તાઇ રહયાં છે.

સગીરાએ નોંધાવેલી ફરિયાદ મુજબ ખાટકીવાડમાં રહેતો સાજીદ મંહમદ શેખ છેલ્લા એક મહિનાથી તેને પોતાની સાથે પ્રેમ સંબંધ બાંધવા જણાવતો હતો.જેની સગીરાએ ઘસીને ના પાડી દેતા તે અવારનવાર સગીરાનો પીછો કરતો હતો. શનિવારની સમી સાંજે તે રાજપીપલા શીતળા માતાના મંદિરના બાકડા ઉપર પોતાની ફોઇની દિકરી તથા ગામમા રહેતી યુવતી સાથે બેઠેલી હતી તે વખતે સાજીદ શેખમંહમદ શેખ ત્યાં ગયો હતો.

તેણે તેની સાથે જબરદસ્તીથી શારીરિક ચેષ્ટા કરી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આસપાસના લોકો ત્યાં આવી જતા તેને પોલીસને હવાલે કરાયો હતો. પોલીસે મુસ્લિમ યુવાન વિરુદ્ધ પોક્સો અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. બનાવની વધુ તપાસ હાલ નાયબ પોલીસ અધિક્ષક એલ.બી.મોણપરા(એસસી/એસટી સેલ નર્મદા) કરી રહ્યા છે.

અંકલેશ્વરમાંયુવાનની...

કસ્બાતીવાડબાગ પાસેના રોડ ઉપર તેના મિત્રો અર્ષદ અસલમ હાંસોટી, અરબાઝ હાંસોટી, આફતાબ હાંસોટીએ રિયાઝ પાસે વાપરવાના પૈસાની માંગણી કરી હતી.

રિયાઝે પૈસા આપવાની મનાઇ કરતાં ઉશ્કેરાયેલા અસલમ હાંસોટીએ રિયાઝને છાતીના ભાગે ચપ્પુના ઘા મારી દેતા તેનું સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર દરમ્યાન મોત થયું હતું.બનાવ સંદર્ભે શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે હત્યામાં ફરાર આરોપી અર્ષદ અસલમ હાંસોટી, અરબાઝ હાંસોટી, આફતાબ હાંસોટી ધરપકડ કરી વધુ તપાસ આરંભી છે.

નારાયણનગરનારહિશોનો...

તેમજણાવી દીધું હતું. લોકોનો રોષ થાળે પાડવા કાર્યવાહીની ખાતરી આપવામાં આવી હતી પણ વર્ષે સ્થિતિ સુધરવાને બદલે વધારે બગડી છે.

નારાયણનગરમાં ગટરો બાબતે વારંવાર રજૂઆત છતાં નગરસેવિકા પ્રફુુલ્લા દુધવાલાએ કોઇ કાર્યવાહી કરી હતી. રવિવારે રોષે ભરાયેલાં લોકોએ તેમના નિવાસે હોબાળો મચાવ્યો હતો. લોકોના હોબાળાને પગલે પ્રફુલ્લા દુધવાલા રઘવાયા બની ગયાં હતાં. સ્થાનિક રહીશોએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરોને વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઇ પગલાં ભરતા નથી. જો તેમનાથી લોકોના કામ થતાં હોય તો સભ્યપદેથી રાજીનામુ આપી દેવું જોઇએ. સમસ્યાનું નિરાકરણ નહિ આવે તો આંદોલન કરવાની પણ અમારી તૈયારી છે.

નબીપુરહાઇવે પરથી...

તલાશીલેતાં તેમને ટ્રકમાં લોખંડની પીપો નીચે સંતાડેલો વિદેશીદારૂનો જથ્થો જેમાં 300 પેટી વિદેશીદારૂનો જથ્થો ભરેલો હોવાનું માલુમ પડ્યું હતું. પોલીસે કુલ 12 લાખની મત્તાનો વિદેશીદારૂનો જથ્થો તેમજ 8 લાખની મત્તાનો ટેમ્પો સહિત કુલ 20.08 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પુછપરછમાં તેઓએ જણાવ્યું હતું કે, સમીર નામના એક શખ્સે તેમનો મોબાઇલ પર સંપર્ક કરી તેમને વાપીના સલવાવ મેકડોનલ્સ પાસેથી ટ્રક લઇને વડોદરા ટોલનાકુ પાસ કરી રાજકોટ જવાના સર્વિસ રોડ સુધી લઇ જવાનું જણાવ્યું હોવાનું કબુલ્યું હતું. સ્ટેટ મોનિટરીંગ સેલે નબીપુર પોલીસ મથકે તેમની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા-મુંબઇ...

ખેડૂતોસાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, આમોદ તાલુકાના કુરચણ, સુઠોદરા તેમજ માતર ગામની જંત્રી સરકાર દ્વારા તદ્દન ઓછી એટલે કે 22થી 45 રૂપિયા જેટલી રાખવામાં આવી છે.જેના કારણે બજાર ભાવના ચોથા ભાગ જેટલી રકમ પણ સરકાર દ્વારા ચુકવવામાં આવતી નથી. જેને પગલે તમામ ખેડૂતોએ એકસંપ થઇ વાંધા સાથે રૂપિયા સ્વિકારી મામલે ઉચ્ચકક્ષાએ લડત લડવાની તેમજ ઉપવાસ આંદોલન સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

વહાલુગામે...

જયંતિવિઠ્ઠલ વસાવા, શાંતુ ભીખા વસાવા, ગોપાલ ધના વસાવા, વિજય ગોવિંદ વસાવા, વિઠ્ઠલ ભયજી વસાવા, કેસુર ચંદુ રાઠોડ, અરવિંદ મોહન વસાવા તેમજ અબ્દુલ દાદાભાઇ અલી પટેલને ચારેય તરફથી પોલીસે ઘેરી લઇ ઝડપી પાડ્યાં હતાં. પોલીસે તેમની પાસેથી કુલ રોકડા રૂપિયા 2630 જપ્ત કર્યાં હતાં. સ્થળ ઉપરથી પોલીસે જુગારના સાધનો સહિતનો મુદ્દામાલ પણ કબજે કરી ઝડપાયેલાં તમામ 11 જુગારિયાઓ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...