તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચ અને અંકલેશ્વર,વાલિયા હાંસોટમાં અડધો ઇંચ વરસાદ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ અને અંકલેશ્વર,વાલિયા હાંસોટમાં અડધો ઇંચ વરસાદ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેર અને જિલ્લામાં રવિવારે સતત ત્રીજા દિવસે સવારે ઝાપટાં સ્વરૂપે ઝરમર વરસી પડી મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ભરૂચ, અંકલેશ્વર, વાલિયા અને હાંસોટ તાલુકામાં અડધો ઇંચ વરસાદ વરસી પડતા ખેડૂતોનાં જીવમાં જીવ આવવા સાથે ઠંડક પ્રસરી ગઇ હતી.

શહેર અને જિલ્લામાં સવારનું મુર્હુત સાચવવા રવિવારે સતત ત્રીજા દિવસે મેઘરાજાએ ઝાપટાં સ્વરૂપે પધરામણી કરી પોતાની હાજરી નોંધાવી હતી. ભરૂચ શહેરમાં એક કલાક સુધી વરસાદી માહોલ વચ્ચે કયારેક ઝરમરીયા તો કયારેક હળવાથી ભારે ઝાપટાં વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી થવા સાથે માર્ગો ભીંજાય ગયા હતા. શહેરનાં કેટલાક વિસ્તારોમાં સારુ એવુ ઝાપટું વરસી પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણીના ખાબોચીયા પણ ભરાયા હતા. વહેલી સવારે મેહુલિયાએ ધીમી ધારે વરસવાનું શરૂ કરતા ખેડૂતોમાં ખેતીલાયક વરસાદ વરસવાની આશ બંધાઇ હતી. જો કે માંડ કલાક સુધી ઝરમરીયા વરસ્યાં બાદ ફરી તડકા છાયડાંનો દોર શરૂ થઇ જતા ખેડૂતોને વધુ એક વખત નિરાશ થવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વર શહેરમાં પણ ધીમી ધારે જારી થયેલી મેઘમહેરનાં કારણે માર્ગો પર પાણી ભરાયાં હતા. માત્ર એક કલાકમાં 18 મિમી વરસાદ પડયો હતો. હાંસોટમાં મેઘરાજાએ 17 મિમી અાકાશી જળ વરસાવતા ખેડૂતોનાં હૈયે ટાઢક વળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો