• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં 2,236 બાકીદારોને પાલિકાએ આખરી નોટિસ ફટકારી

ભરૂચમાં 2,236 બાકીદારોને પાલિકાએ આખરી નોટિસ ફટકારી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનગરપાલિકાએ 2,236 બાકીદારોને તેમનો વેરો ભરવા માટે આખરી નોટીસ ફટકારી છે. મિલકતવેરાના 14.29 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે અત્યાર સુધીમાં 11.15 કરોડ રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. આખરી નોટીસ બાદ પણ વેરો નહિ ભરનારાઓ પાસેથી 18 ટકા વ્યાજ સાથે વેરો વસુલવામાં આવશે.

ભરૂચ શહેરમાં પાલિકાના ચોપડે નોંધાયેલાં 66,000 જેટલા મિલકતધારકો પાસેથી મિલકતવેરાની વસુલાત કરવામાં આવે છે. વેરામાંથી થતી આવક વિકાસ સહિતના કામોમાં વાપરવામાં આવે છે. નાણાકીય વર્ષ 2016-17 માટે મિલકતવેરામાંથી 14.29 કરોડ રૂપિયાની આવકનો અંદાજ લગાવવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં 11.15 કરોડ રૂપિયાની વસુલાત કરી લેવામાં આવી છે જયારે 3 કરોડ રૂપિયાનો વેરો હજી બાકી પડે છે. બાકી પડતાં વેરાની વસુલાત માટે પાલિકાએ ડોર ટુ ડોર કલેકશન સહિતની કામગીરી હાથ ધરી છે.

નાણાકીય વર્ષ પૂર્ણ થવામાં બે દિવસ બાકી રહયાં છે ત્યારે પાલિકાએ વેરા વસુલાત માટે આખરી નોટીસો આપવાનું શરૂ કરી દીધું છે. શહેરના 66,000 મિલકતધારકો પૈકી 2,236 મિલકતધારકોનો વેરો બાકી હોવાને કારણે તેમને નોટીસો ફટકારવામાં આવી છે. બાકીદારો 31મી માર્ચ સુધીમાં તેમનો બાકી પડતો વેરો નહિ ભરે તો તેમની પાસેથી 18 ટકા વ્યાજ સાથે વેરાની વસુલાત કરાશે.

3 કરોડ રૂપિયા ઉપરાંતની વેરાની રકમ હજી પણ વસૂલવાની બાકી

14.29 કરોડ રૂપિયાના લક્ષ્યાંક સામે 11.15 કરોડ રૂપિયાની વસૂલાત

અન્ય સમાચારો પણ છે...