• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચની બેંકોનો રૂા.3340.41 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો

ભરૂચની બેંકોનો રૂા.3340.41 કરોડનો ક્રેડિટ પ્લાન મંજૂર કરાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લાની લીડ બેંક, બેંક ઓફ બરોડા દ્વારા રૂા.3340.41 કરોડનો ક્રેડીટ પ્લાન મંજૂર કરવામાં આવ્યો છે. પ્લાન અંતર્ગત વિવિધ ક્ષેત્રમાં લોન માટેની રકમ નકકી કરવામાં આવી છે. ક્રેડીટ પ્લાનનું નાયબ કલેકટર કે.વી.બાટીના હસ્તે વિમોચન કરાયું હતું.

ક્રેડીટ પ્લાનમાં જિલ્લાની 34 બેંકો ક્રેડીટ પ્‍લાનમાં મુખ્‍યત્‍વે પ્રાથમિકતા પ્રાપ્ત ક્ષેત્ર જેમાં ખેતી માટે રૂા.2248.02 કરોડ, નાના ઉદ્યોગો માટે રૂા.625.85 કરોડ તથા અન્‍ય પ્રાથમિક ક્ષેત્ર જેમાં હાઉસીંગ લોન, શિક્ષણ લોન માટે રૂા.466.54 કરોડનો લક્ષ્યાંક રાખવામાં આવ્‍યો છે. બેંક ઓફ બરોડાને 578 કરોડ, સ્‍ટેટ બેંકને 499 કરોડ, ભરૂચ ડીસ્‍ટ્રીક્‍ટ બેંકને રૂા.938 કરોડ, બરોડા ગુજરાત ગ્રામીણ બેંકને રૂા.207 કરોડ, દેના બેંકને રૂા.89 કરોડઅને અન્‍ય બેંકો તેમજ ખાનગી બેંકોને રૂા.1029 કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.

આમોદને 283 કરોડ, અંકલેશ્વરને 355 કરોડ, ભરૂચને 994 કરોડ, હાંસોટને 153 કરોડ, જંબુસરને 860 કરોડ, ઝઘડીયાને 225 કરોડ, વાગરાને 235 કરોડ, વાલીયાને125 કરોડ તેમજ નેત્રંગને 107 કરોડનો લક્ષ્યાંક ફાળવેલ છે.

નાયબ કલેકટરના હસ્તે પ્લાનનું વિમોચન કરાયું

વિવિધ ક્ષેત્રોમાં લોન માટેની રકમ નક્કી કરાઇ

અન્ય સમાચારો પણ છે...