• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • પોલીસ અને બીટીઇટીના જવાનો ગરમીમાં ફરજ બજાવી રહ્યાં છે

પોલીસ અને બીટીઇટીના જવાનો ગરમીમાં ફરજ બજાવી રહ્યાં છે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરમાં છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 43 ડીગ્રી સુધી પહોંચી જતાં અંગ દઝાડતી ગરમી પડી રહી છે. આવી ગરમીમાં પણ વિવિધ પોઇન્ટ ખાતે પોલીસ અને બીટીઇટીના જવાનો ફરજ બજાવી રહયાં છે. કોઇ પણ પ્રકારની સવલતો વગર તેઓ ટ્રાફિક નિયંત્રણ કરી રહયાં છે ત્યારે તેમના માટે કોઇ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

શહેરની શ્રવણ ચોકડી, પાંચબત્તી, રેલવે સ્ટેશન, એબીસી ચોકડી સહિતના પોઇન્ટ ખાતે ટ્રાફિક નિયંત્રણ માટે પોલીસની સાથે બીટીઇટીના જવાનો ગોઠવવામાં આવ્યાં છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 43 ડીગ્રીને પાર જતાં લોકો અંગ દઝાડતી ગરમીનો સામનો કરી રહયાં છે. લોકો ગરમીથી બચવા માટે ઘર તથા ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહયાં છે પણ પોલીસ અને બીટીઇટીના જવાનો ગરમીમાં તેમની ફરજ બજાવે છે.

તેઓ હીટ સ્ટ્રોકનો ભોગ બની શકે તેવી પણ શકયતાઓ જોવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા ગરમીની પરવા કર્યા વિના ફરજ બજાવતાં પોલીસ અને બીટીઇટીના જવાનોને ગરમીથી બચવા માટે કોઇ પગલાં લેવામાં આવે તે ઇચ્છનીય છે.

ગરમીથી બચવા માટે વ્યવસ્થા ગોઠવાય તે જરૂરી

ભરૂચમાં પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો

ભરૂચમાં ગરમીમાં પણ વિવિધ પોઇન્ટ ખાતે પોલીસ અને બીટીઇટીના જવાનો ફરજ બજાવી રહ્યાં છે. કોઇ પણ સવલતો વગર તેઓ ટ્રાફિક નિયંત્રણ કરી રહયાં છે ત્યારે તેમના માટે કોઇ વ્યવસ્થા ઉભી કરાય તે જરૂરી બન્યું છે.

અન્ય સમાચારો પણ છે...