• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં જૈનાચાર્ય રત્નસુંદરસુરિશ્વરજી મહારાજની આવતીકાલથી પ્રવચન માળા

ભરૂચમાં જૈનાચાર્ય રત્નસુંદરસુરિશ્વરજી મહારાજની આવતીકાલથી પ્રવચન માળા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પદ્મભુષણપ્રભાવક પ્રવચનકાર અને 311 પુસ્તકોના સર્જક જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજા દ્વારા આગામી 1 એપ્રિલથી 20 એપ્રિલ સુધી જીવન પરીવર્તન પ્રવચન શ્રૃંખલાનું રસપાન કરાવશે. જેમાં મોટી સંખ્યામાં જૈન અનુયાયીઓ ઉપસ્થિત રહેશે.

સંયમ જીવનના 50 વર્ષમાં મેળવેલી અનેક સફળતાઓને લઇને ભારત સરકાર દ્વારા જૈનાચાર્ય શ્રીમદ વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજને પદ્મભુષણનું સન્માન કરવામાં આવ્યું છે. આગામી 1 એપ્રિલથી 20 એપ્રિલ સુધી જૈનાચાર્ય દ્વારા જીવન પરીવર્તન પ્રવચન શ્રૃંખલાનું રસપાન કરાવવામાં આવશે. 20 દિવસના કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. જેમાં ચૈત્ર માસની આયંબલીની ઓળી-ઉત્તરવાયણા- તપસ્વીના પારણા કરાશે. મુમુક્ષુ અક્ષયનો સંયમસ્વિકાર, દિક્ષાવિધી સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ ખાતે પદ્મભુષણ પ્રવચનકારના અનુયાયીઓનો સત્સંગનો કાર્યક્રમ

અન્ય સમાચારો પણ છે...