• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ત્રીજા વર્ષે માછીમારોની મૌસમ નિષ્ફળ રહેતા 60 ટકા નુકસાની

ત્રીજા વર્ષે માછીમારોની મૌસમ નિષ્ફળ રહેતા 60 ટકા નુકસાની

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સતતત્રીજા વર્ષે ભાડભૂત સહિત જિલ્લાનાં 25000 માછીમાર પરીવારની મૌસમ નિષ્ફળ રહેતા તેઓને 60 ટકા નુકસાની થઇ છે. છેલ્લા 13 વર્ષમા વખતે ચોમાસુ અત્યંત નબળુ રહેતા 5 પૈકી 3 જુવાળમાં હિલ્સા માછલી હાથ નહિ લાગતા રૂપિયા 5 કરોડ જેટલી હિલ્સા માછલીની આવક થઇ શકી છે.

ગત બે વર્ષથી નબળા જતા ચોમાસા અને નર્મદા ડેમમાંથી પાણી નહિ છોડાતા જિલ્લાનાં 25000 માછીમારોની રોજગારી છીનવાઇ ગઇ હતી. ગત બે ચોમાસામાં માછીમારીની મૌસમ સદંતર નિષ્ફળ રહ્યાં બાદ વખતે પણ માછીમારોને અત્યંત નબળા ચોમાસાનાં પગલે હિલ્સા માછલીની આવકમાં 60 ટકાનું ગાબડું પડતા કપરી સ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે. બીજો જુવાળ સદંતર નિષ્ફળ રહ્યો હતો. ફરીથી ત્રીજો જુવાળ મધ્યમ રહેતા માછીમારોએ હાશકારો અનુભવ્યો હતો. કે ત્યારબાદ ચોથો અને પાંચમો જુવાળ સદંતર નિષ્ફળ જતા માછીમારો ચિંતામાં ગરકાવ થઇ ગયા છે.

જિલ્લાના 25 હજાર માછીમારોને નુકશાન થયુ

ભરૂચમાં 13 વર્ષમાં વખતે સૌથી નબળા ચોમાસુ

અન્ય સમાચારો પણ છે...