તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઇકો ફ્રેન્ડલી ગણેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચશહેરની પ્રજાને તમે વધુ ને વધુ વૃક્ષો વાવો વરસાદ લાવવાની ગેરંટી મારી, પાણીદાર, કાળા વાદળો હું તમારા સૌના માટે લઇ આવીશ. પર્યાવરણનાં જતનનો સંદેશો બળેલી ખો માં શ્રીજીપૂરી યુવક મંડળ દ્વારા સતત 24 માં વર્ષે સ્થાપિત ઇકો ફ્રેન્ડલી ગણેશજી આપી રહ્યાં છે.

એક વૃક્ષ-એક જીંદગી અને માટીનાં ગણેશની દિવ્ય ભાસ્કરે શરૂ કરેલી પહેલને શહેરનાં બળેલી ખો વિસ્તારમાં શ્રીજીપૂરી યુવક મંડળ છેલ્લા 24 વર્ષથી સાર્થક કરી રહ્યું છે. વર્ષ 1993 થી બળેલી ખો યુવક મંડળ દ્વારા ગણેશોત્સવમાં માટી, રૂ, પેપર, વાંસ, વિવિધ કઠોળ, પડીયાં, પતરાળા, કંતાન, માર્બલ પેપર, નારીયેળનાં છોડા, ઘાસ, ટોપલા-ટોપલી-સાદડી, કાગળનો માવો, વડવાઇ, વૃક્ષનાં થડની છાલ, રેતી, જુવારનાં ડુંડા સહિતમાંથી સ્વહસ્તે ઇકો ફ્રેન્ડલી શ્રીજીની કલાત્મક મૂર્તિ બનાવી સ્થાપિત કરાઇ છે.

વર્ષે શ્રીજીપૂરી યુવક મંડળે 5 માટી, બોન્ડ માટે મેથીનો લોટ અને સ્ટ્રકચર માટે વાંસનો ઉપયોગ કરી માત્ર 20 દિવસમાં ફકત રૂ. 975 નાં ખર્ચે 12 કિલો વજનની 7.50 ફૂટની શ્રીજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવી સ્થાપિત કરી છે. ગણેશ પંડાલમાં શ્રીજીનાં એક હાથમાં વાદળો અને બીજા હાથમાંથી થઇ રહેલો વરસાદ દર્શાવાયો છે. એક તરફ સૂકોભઠ પ્રદેશ અને બીજી તરફ ખીલી ઉઠેલી વનરાજી દર્શાવી છે. બેકગ્રાઉન્ડમાં એક તરફ દુષ્કાળ અને બીજી તરફ લીલોતરી દર્શાવાઇ છે. સાથે પ્લે કાર્ડ થકી ઇકો ફ્રેન્ડલી ગણશે પ્રજાને તમે વધુને વધુ વૃક્ષો વાવો વરસાદ લાવવાની ગેરંટી મારીનો મેસેજ આપી રહ્યાં છે.

24 વર્ષથી ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં આવી રહી છે.

20 દિવસમાં માત્ર ~975નાં ખર્ચે 20 કિલોની 7.50 ફૂટની શ્રીજીની બનાવાયેલી ઇકો ફ્રેન્ડલી પ્રતિમા

વૃક્ષો વાવો વરસાદ લાવવાની ગેરંટી મારીનું વચન આપતા શ્રીજી

અન્ય સમાચારો પણ છે...