તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાડભૂતમાં 300 શ્રીજી પ્રતિમાઓનું વિસર્જન કરાયું

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાડભૂતગામે નર્મદા નદીમાં 8 ફૂટથી વધુ ઊંચાઇનાં શ્રીજી અને ગણેશ ભકતો માટે પહેલીવાર 21 ફૂવારાઓમાં વિશેષ સ્નાન સાથે વિસર્જનની વ્યવસ્થા કરાઇ છે. ભરૂચ શહેરમાં સ્થાપિત 300 થી વધુ પ્રતિમાનાં વિસર્જનનો સવારે 9 કલાકથી પ્રારંભ થશે. સ્થાપિત કરાયેલી 8 ફૂટથી વધુ ઊંચાઇની શ્રીજીની પ્રતિમાનાં વિસર્જનની વ્યવસ્થા 6ઠ્ઠા વર્ષે પણ ભાડભૂતમાં કરાઇ છે. વર્ષે 300 જેટલી પ્રતિમાનાં વિસર્જન માટે 3 મોટી ક્રેઇન મૂકાઇ છે. લાઇટીંગની વ્યવસ્થા થઇગઇ છે. 21 ફૂવારા મૂકી ગણેશભકતો સ્નાન સાથે વિસર્જન કરીને જાય તેવી વ્યવસ્થા કરાઇ હોવાનું અગ્રણી પ્રવીણ ટંડેલે જણાવ્યું હતું. વિસર્જન ટાંણે તરવૈયાની 60 ટીમ, 10 બોટ, તરાપા તૈનાત રહેશે. ક્રેઇન મારફતે બોટમાં શ્રીજીને મૂકી નદી વચ્ચે વિસર્જન થાય માટે એક મોટી બોટ પણ મંગાવાઇ છે.

અન્ય સમાચારો પણ છે...