તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • 10 દિવસનાં આતિથ્ય બાદ આજે 3000થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન

10 દિવસનાં આતિથ્ય બાદ આજે 3000થી વધુ શ્રીજી પ્રતિમાનું વિસર્જન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભરૂચ,અંકલેશ્વર અને રાજપીપળાનાં શહેરીજનોનું 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ગુરુવારે ગૌરીપુત્ર ગણેશને વિદાય આપવા ગણેશ મંડળો, ભકતો, પ્રજા સહિત તંત્ર સજ્જ બન્યું છે. ત્રણેય નગરોમાં નિયત રૂટ પર વિસર્જન યાત્રાઓ નિકળશે. વિવિધ યુવક મંડળો દ્વારા સ્થાપિત 3000 થી વધુ શ્રીજીને નર્મદા, કરજણ નદી અને કૃત્રિમ કુંડોમાં વિસર્જિત કરાશે.

ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા શહેર સહિત જિલ્લામાં વિવિધ ગણેશ મંડળો દ્વારા 3000 થી વધારે ગણેશ પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ગુરુવારે અનંત ચૌદશના દિવસે શહેર અને જિલ્લામાં ગણેશ વિસર્જનની પ્રક્રિયા કોમી એખલાસ અને ભાઇચારાના માહોલમાં સંપન્ન થાય તે માટે પોલીસતંત્રએ કમર કસી છે. ભરૂચ જિલ્લા પોલીસવડા સંદીપ સીંગના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્રએ ચુસ્ત બંદોબસ્તની યોજનાને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.

ભરૂચમાં નીલકંઠ મહાદેવ ઓવારા, અંકલેશ્વરમાં ગોલ્ડન બ્રિજનાં દક્ષિણ છેડે અને રાજપીપળામાં કરજણ અોવારા ખાતે વિર્સજન હાથ ધરાશે. જે માટે વહિવટી તંત્રે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ભરૂચ જિલ્લા વહિવટી તંત્ર, પોલીસ અને સંસ્થાઓએ નર્મદાનાં નીરથી બનાવેલા કૃત્રિમ કુંડમાં વધુને પ્રતિમાઓનું વિસર્જન કરવા અપીલ કરવામાં આવી છે.

ભરૂચમાં વિસર્જન યાત્રાનો રૂટ

ભરૂચમાંસ્થાપિત 8 ફૂટથી ઓછી ઉચાઇની પ્રતિમાઓ સોનેરી મહેલ ખાતે એકત્ર થઇ ચોકસી બજાર, લાલબજાર, ચકલા, હાજીખાના, દાંડિયાબજાર, ધોળીકુઇ બજાર થઇને કસક ખાતે પહોંચશે જયાંથી નિલકંઠેશ્વર મહાદેવ મંદિર જવા રવાના થશે. સોસાયટીની પ્રતિમાઓ શકિતનાથ સર્કલથી પાંચબત્તી કે સોનેરી મહેલથી કસક તરફ જશે.

અંકલેશ્વરમાં વિસર્જનનો નિયત રૂટ

અંકલેશ્વરમાંચૌટાબજાર ખાતે શ્રીજી પ્રતિમાઓ એકત્ર થશે. જયાંથી મુલ્લાવાડ રોડ, શાક માર્કેટ, સમડી ફળિયા, ચોકસી બજાર, ગોયાબજાર, દેસાઇ ફળિયા, જોશીયા ફળિયા, પંચાટી બજાર, ભરૂચીનાકા, ગડખોલ પાટિયા થઇને ગોલ્ડન બ્રિજના દિક્ષણ છેડા તરફ પહોંચશે.

ભરૂચ, ભાડભૂત, રાજપીપળામાં વિસર્જનની કરાયેલી વ્યવસ્થા

ભરૂચ, અંકલેશ્વર અને રાજપીપળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત

અન્ય સમાચારો પણ છે...