ગણપતી જોવા મુદ્દે યુવતી સાથે ઝઘડો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચ.શહેરના નંદેલાવ રોડ ઉપર આવેલી મંગલદીપ સોસાયટી ખાતે રહેતી રીના ભુપેન્દ્ર પટેલ સાથે ગણપતી જોવાના મામલે ઘનશ્યામ પટેલ તેમજ જેપીન ઘનશ્યામ પટેલે ઝઘડો કર્યો હતો. તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં ઉશ્કેરાયેલાં ઘનશ્યામ તેમજ જેપીને આવેશમાં આવી જઇ તેની સાથે ઝપાઝપી કરી તેને માર મારી ગંભીર ઇજાઓપહોંચાડી હતી. ઇજાગ્રસ્ત રીનાને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ સંદર્ભે ભરૂચ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...