સુરતમાં અકસ્માતમાં વાન ચાલકને ગંભીર ઇજા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતમાં અકસ્માતમાં વાન ચાલકને ગંભીર ઇજા

ભરૂચ | સુરતનાવરાછા વિસ્તારમાં રહેતો રજની લક્ષ્મણ ટાંક કોઇ કામ અર્થે વડોદરા તરફ જઇ રહ્યો હતો. તે પોતાની મારૂતિવાન લઇને અંક્લેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યો હતો. તે વેળાં માંડવા ચોકડી પાસે કોઇ રીતે તેની મારૂતિવાનને અકસ્માત થતાં તેને ગંભીર ઇજાઓ થઇ હતી. બનાવની જાણ 108ની ટીમને થતાં 108ની ટીમે તાત્કાલિક ત્યાં ધસી આવી તેને સત્વરે સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. બનાવ સંદર્ભે ઝઘડિયા પોલીસ મથકે ગુનો નોંધાવતાં ઝઘડિયા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...