શ્રીજીનું વિસર્જન કૃત્રિમ જળાશયોમાં કરવા અપીલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચઅને નર્મદા જિલ્લામાં આજે ગુરૂવારે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ત્યારે નદી તથા તળાવોના જળને પ્રદુષિત થતાં અટકાવવા માટે મૂર્તિઓનું કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવા તંત્ર અને સંસ્થાઓ તરફથી અપીલ કરવામાં આવી છે. ગણેશજીની નાની પ્રતિમાઓનું આપ ઘરે પણ એક વાસણમાં વિસર્જન કરી તે પાણીનો ઉપયોગ બગીચા માટે કરી શકો છો.

પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓથી પર્યાવરણને નુકશાન થાય છે. પીઓપી પાણીમાં જલદી ઓગળતું નહિ હોવાને કારણે પ્રતિમાઓ કિનારે આવી જાય છે અને ધાર્મિક લાગણી દુભાઇ છે. પર્યાવરણની જાળવણી માટે પ્રતિમાઓના વિસર્જન માટે કૃત્રિમ જળકુંડ બનાવવાની પ્રથા શરૂ કરવામાં આવી છે. ગુુરૂવારે ભરૂચ અને નર્મદા જિલ્લામાં વાજતે ગાજતે ગણેશ પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે.

પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી પ્રતિમાઓનું નદી કે તળાવના બદલે કૃત્રિમ જળકુંડમાં વિસર્જન થાય તે માટે તંત્ર અને સંસ્થાઓ તરફથી અપીલ કરવામાં આવી છે. ભરૂચમાં ઝાડેશ્વર રોડ પર સાંઇ મંદિર નજીક, ઝઘડીયામાં મઢી ઘાટ, અંકલેશ્વરમાં ડીપીએમસી, રામકુંડ અને જીઆઇડીસી તથા રાજપીપળામાં કરજણ નદીના ઓવારે કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યાં છે. દિવ્ય ભાસ્કર અભિયાન ચલાવી કૃત્રિમ જળાશયોમાં મહત્તમ પ્રતિમાઓનું વિસર્જન થાય તે દિશામાં આગળ વધી રહી છે. ગણેશ યુવક મંડળો તેમની પ્રતિમાઓનું કૃત્રિમ જળાશયોમાં વિસર્જન કરે તેવી અપીલ કરવામાં આવે છે. ઘરમાં સ્થાપિત કરવામાં આવેલી નાની પ્રતિમાઓને આપ નાના પાત્રમાં વિસર્જીત કરી પાણીનો ફરીથી ઉપયોગ કરી શકો છો.

ભરૂચ નર્મદા જિલ્લામાં 6 જગ્યાએ કૃત્રિમ તળાવ બનાવાયાં.

^ઝાડેશ્વરનાં કૃત્રિમ કુંડમાં જીપીસીબી અને તંત્રનાં પ્રયાસોથી નર્મદાનાં નીર ભરવામાં આવશે. જેમાં વિસર્જિત થનારી પ્રતિમાઓનાં જીપ્સમમાંથી ખાતર બનાવી ધાર્મિક સંસ્થાઓને દાન અપાશે. શહેરની ધર્મ અને પર્યાવરણ પ્રેમી તમામ જનતાને સંસ્થા વતી ગણેશજીની વધુમાં વધુ કૃત્રિમ જળકુંડમાં વિસર્જન કરવા અપીલ કરે છે. >દિલીપસિંહ રાજ,સતચેતનાપર્યાવરણ સંગઠન

મૂર્તિઅોનું ખાતર સંસ્થાને દાન કરાશે

6 સ્થળોએ કૃત્રિમ જળાશયો બનાવાયા

અન્ય સમાચારો પણ છે...