રાષ્ટ્રપતિ પ્રણવ મુર્ખજી 23 ઓક્ટોબરે ભરૂચ આવશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેશનારાષ્ટ્રપતિ આગામી 23મી ઓકટોબરે ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી રહયાં છે. તેઓ અંકલેશ્વર ખાતે સરદાર પટેલ હોસ્પિટલનું લોકાર્પણ કરશે અને ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને આખરી ઓપ આપવામાં આવી રહયો છે.

અંકલેશ્વરના ઓએનજીસી વર્કશોપ નજીક આવેલી સરદાર પટેલ હોસ્પિટલનું નવીનીકરણ કરી રાજયસભાના સાંસદ અહમદ પટેલે તેને આધુનિક હોસ્પિટલ બનાવી દીધી છે. અદ્યતન ટેકનોલોજી અને સુવિધાઓથી સંપન્ન હોસ્પિટલનું તા.23મી ઓકટોબરે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સરદાર પટેલ હોસ્પિટલના લોકાર્પણ માટે આવી રહેલાં પ્રણવ મુખર્જી ભરૂચની સેવાશ્રમ હોસ્પિટલની પણ મુલાકાત લેશે. સાંસદ અહમદ પટેલ હોસ્પિટલમાં ટ્રસ્ટી છે. અહીં રાષ્ટ્રપતિ ગાંધીજીના સ્મારક તથા હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લેશે. સેવાશ્રમ હોસ્પિ.ની મુલાકાત લેનારા તેઓ દેશના બીજા રાષ્ટ્રપતિ બનશે. પ્રણવ મુખર્જીના ભરૂચ જિ.ના પ્રવાસને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાંસદ અહમદ પટેલ અને તેમના પુત્ર ફૈઝલ ભરૂચ જિ.માં આરોગ્ય, શિક્ષણ, રોજગારલક્ષી સુવિધા વધારવા પર ભાર મુકી રહ્યાં છે.

ભરૂચની સેવાશ્રમ હોસ્પિ.ની પણ મુલાકાત લેશે

અંકલેશ્વરની SP હોસ્પિટલનું લોકાર્પણ કરાશે

અન્ય સમાચારો પણ છે...