તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચના ધર્મનગરમાં કોર્મશિયલ બાંધકામ સામે રહિશોનો વિરોધ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના ધર્મનગરમાં કોર્મશિયલ બાંધકામ સામે રહિશોનો વિરોધ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાધર્મનગરમાં સોસાયટીની માલિકીના પ્લોટમાં કોર્મશિયલ બાંધકામની હિલચાલ થતાં રહિશોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. બાંધકામ રોકી દેવા યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રહિશોએ કલેકટરને લેખિતમાં રજૂઆત કરી છે.

શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલી ધર્મનગર સોસાયટીમાં પ્લોટમાં કોર્મશિયલ બાંધકામ અંગેનો વિવાદ ઉભો થયો છે. સોસાયટીના રહિશોના જણાવ્યાં અનુસાર ગુજરાત કો ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી એકટ 1961 અનુસંધાને તેમની સોસાયટી રહીશો માટેની રહેણાંક સોસાયટી છે અને તેની અંદર આવેલાં પ્લોટોમાં રહેણાંક સિવાયની બીજી કોઇ પ્રવૃતિ થઇ શકે નહિ. કાયદા મુજબ સોસાયટી જમીનની માલિક ગણાઇ છે.

માત્ર અને માત્ર શેર હોલ્ડરને જગ્યાનો રહેણાંક માટેનો ઉપયોગ કરવાનો અધિકાર કાયદાથી પ્રાપ્ત થયેલો છે. સોસાયટીમાં કોઇ પણ બાંધકામ વાણિજય હેતુસર થઇ શકે નહિ કે સોસાયટી આવા કોઇ હેતુસર તેની માલિકીની જગ્યા કોઇ અન્ય વ્યકતિને કાયદા વિરૂધ્ધ જઇ આપી શકે નહિ. ધર્મનગર સોસાયટીના

...અનુસંધાન પાના નં.2

કોમન પ્લોટમાં હાલ એક બિલ્ડર કોર્મશિયલ તથા રહેણાંક હેતુ માટે એપાર્ટમેન્ટનું બાંધકામની હિલચાલ કરી રહયો છે. બાંધકામ સોસાયટી એકટ મુજબ ગેરકાયદેસર છે. સોસાયટી કે અન્ય કો અોપરેટીવ સોસાયટીની માલિકીની જગ્યામાં કોઇ બાંધકામ કરવાની પરવાનગી આપી શકાય નહિ. બાંધકામને અટકાવી દેવા યોગ્ય કાર્યવાહી કરવા રહિશોએ કલેકટરને રજૂઆત કરી છે. જો સોસાયટીમાં કાયદા વિરૂધ્ધ બાંધકામ કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી રહીશોએ ઉચ્ચારી છે.

પ્લોટમાં બાંધકામ કરાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી

કાયદાની વિરૂધ્ધ કૃત્ય થતાં કલેકટરને રજૂઆત કરાઇ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો