તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ફાઈટ ફોર રાઈટ સંસ્થા હેઠળ સમાન કામ સમાન વેતનની માંગ સાથે દેખાવો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાઈટ ફોર રાઈટ સંસ્થા હેઠળ સમાન કામ સમાન વેતનની માંગ સાથે દેખાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંફાઇટ ફોર રાઇટ સંસ્થાના નેજા હેઠળ વિવિધ સરકારી કચેરીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ સમાન કામ સમાન વેતનની માંગ સાથે કલેકટરાલય ખાતે દેખાવો કર્યાં હતાં.

ફાઈટ ફોર રાઈટ ભરૂચ શાખા દ્વારા સમાન કામ સમાન વેતન અને સમાન નોકરીની સુરક્ષા તેમજ અન્ય સમસ્યાઓ અંગે રજુઆત કરતુ આવેદનપત્ર તંત્રવાહકોને આપ્યું હતું.આવેદનપત્રમાં જણાવ્યુ છે કે જ્યારે રોજ કામદાર કર્મચારીઓ પાસે કાયમી કર્મચારીઓ જેટલુ કામ લેવાય છે અને તેટલી જવાબદારી પણ આપવામાં આવે છે. તેમ છતા સમાન વેતન કેમ આપવામાં આવતુ નથી તેમજ કાયમી નોકરીયાત જેમ નોકરીની સુરક્ષા ...અનુસંધાન પાના નં.2

પણ આપવામાં આવતી નથી.

વારંવાર રજુઆત અને દેખાવો કરવામાં આવ્યા હોવા છતા સમસ્યા અંગે કોઈ અસરકારક પરિણામ કે નિકાલ આવતા આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. સરકારી ,અર્ધ સરકારી, કંપનીઓ અને સંસ્થાઓમાં મોટી સંખ્યામાં રોજમદાર કર્મચારીઓ કામ કરી રહ્યા છે. અને લાંબા સમયથી તેઓ ફરજ બજાવતા હોવા છતા કાયમી કર્મચારીઓ જેવા લાભ મળતા નથી. ટુંક સમયમાં અંગે ઉગ્ર આંદોલન કરવામાં આવે તેવી સંભાવના છે.

તંત્રવાહકો સામે આગામી દિવસોમાં આંદોલન ઉગ્ર બને તેવા એંધાણ

ભરૂચ કલેક્ટરાલય ખાતે વારંવાર રજૂઆત છતાં કોઇ નિર્ણય લેવાતો નથી

ભરૂચમાં વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતાં કર્મચારીઓએ સમાન કામ સમાન વેતન સહિતની માંગ સાથે દેખાવો કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો