તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • ભરૂચના સ્ટેશન રોડ પર કચરો ઢોળાતાં ગંદકીનું સામ્રાજય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચના સ્ટેશન રોડ પર કચરો ઢોળાતાં ગંદકીનું સામ્રાજય

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચશહેરના સ્ટેશન રોડ પર સોમવારે સવારે પાલિકાના વાહનમાંથી કચરો માર્ગ પર ઢોળતાં ગંદકીનું સામ્રાજય ફેલાયું હતું. ઘટનાને પગલે મુખ્યમાર્ગ પર થોડો સમય માટે ટ્રાફિકજામ થઇ ગયો હતો. કચરો ઉઠાવતાં વાહનોમાંથી કચરો ઉડવાના બનાવો છાશવારે બની રહયાં હોવાથી પાલિકા સત્તાધીશો તરફથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બની ગયું છે.

નગરપાલિકા દ્વારા શહેરના તમામ 11 વોર્ડમાં કચરાપેટીઓ મુકવામાં આવી છે તથા રોજ સફાઇ કરવામાં આવે છે. સફાઇ બાદ નીકળતા કચરો માંડવા ગામની સીમમાં આવેલી ડમ્પિંગ સાઇટ ખાતે નિકાલ કરવામાં આવે છે. શહેરમાંથી રોજ 120 ટન કરતાં વધારે કચરાનો નિકાલ કરવામાં આવે છે. શહેરમાંથી કચરો ઉઠાવતાં વાહનોમાં કચરો ખુલ્લેઆમ લઇ જવાતો હોવાને કારણે માર્ગ પર ઉડતો હોય છે જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ સમસ્યાનો સામનો કરી રહયાં છે.

સોમવારે સવારે 10 વાગ્યાના અરસામાં પાલિકાનું વાહન કચરો નાંખવા માટે ડમ્પિંગ સાઇટ તરફ જઇ રહયું હતું તે વેળા તેમાંથી વિપુલ માત્રામાં કચરો રસ્તા પર વેરવિખેર થઇ ગયો હતો. વાહનચાલકે કચરો ભરવાને બદલે વાહન હંકારી મુકયું હતું. કચરાને કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાઇ હતી. માર્ગ પર કચરાને કારણે ટ્રાફિકજામ થઇ ગયો હતો. કચરો ઠાલવતી વેળા વાહનોમાં લોકોની સલામતી માટે પગલાં ભરવામાં આવે તેવી લોકો માંગ કરી રહયાં છે.

{ વાહનોમાં બેદરકારીથી કરાતી કચરાની હેરાફેરી

થોડા સમય માટે મુખ્યમાર્ગ પર ટ્રાફિકજામ થઇ ગયો નગરપાલિકા સત્તાધીશો યોગ્ય કાર્યવાહી કરે તે જરૂરી

{ અત્યંત દુર્ગંધને કારણે લોકોની હાલત કફોડી બની

ભરૂચમાં પાલિકાના વાહનમાંથી કચરો મુખ્ય માર્ગ પર ઢોળાતા ટ્રાફિકજામ થઇ ગયો હતો. તસવીર-રાજેશપેઇન્ટર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો