તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચની જંબુસર ચોકડીએ ખરાબ રસ્તાઓ અંગે રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાજંબુસર ચોકડી વિસ્તારમાં ખરાબ રસ્તાઓને કારણે લોકોને પડી રહેલી હાલાકીના સંદર્ભમાં કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.

જંબુસર બાયપાસ ચોકડી નજીકથી સ્ટેટ હાઇવે તથા દહેજ બાયપાસ રોડ પસાર થતો હોવાથી વાહનોની સતત અવરજવર રહે છે. પાછલા લાંબા સમય થી માર્ગ પર કપચી તેમજ મેંટલો ડામરનો સાથ છોડી દેતા માર્ગની દુર્દશા સર્જાય છે. કપચી મેંટલો નીકળી જતા માર્ગ પર દોઢ બે ફૂટના ઉંડા ખાડા પડી ગયા છે. જેને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

આવેદનપત્ર આપતી વેળા નદીમ ભીખી , સમશાદ અલી સૈયદ , નિકુલ મિસ્ત્રી , ઈબ્રાહીમ કલકલ , ઝુલ્ફીકાર અલી સૈયદ, સલીમ અમદાવાદી સહિતના અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

કોંગ્રેસના આગેવાનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું

ખાડાઓ પડી જતાં અકસ્માતના બનાવો વધ્યાં

ભરૂચમાં ખખડધજ રસ્તાઓ બાબતે કલેકટરને આવેદન અપાયું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો