તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં ST-ટ્રેન રોકતાં 60 ની અટક

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંનોટબંધીને કારણે લોકોને પડી રહેલી તકલીફના વિરોધમાં આજે શુક્રવારે કોંગ્રેસના કાર્યકરોએ એસટી ડેપો અને રેલવે સ્ટેશન ખાતે હલ્લાબોલ કર્યું હતું. કોંગી કાર્યકરોએ ભરૂચ સ્ટેશને આવેલી ગુજરાત એકસપ્રેસની આગળ સુઇ જઇ 5 મિનિટ સુધી ટ્રેન રોકી રાખી હતી. તેમણે બસ ડેપો ખાતે બસો રોકવાનો પણ પ્રયાસ કર્યો હતો. વિરોધ પ્રદર્શન કરી રહેલાં 60થી વધારે કાર્યકરોની અટકાયત કરી તેમને ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઇ જવામાં આવ્યાં હતાં.

પ્રાપ્ત માહીતી અનુસાર કેન્દ્રની એનડીએ સરકારે ચલણમાંથી 500 અને 1000ના દરની નોટો રદ કરી દેતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. આજે શુક્રવારે કોંગ્રેસે એસટી બસ તથા રેલ રોકો આંદોલનની જાહેરાત કરી હતી. કોંગ્રેસના કાર્યક્રમને કારણે લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સવારે 11 વાગ્યાના અરસામાં કોંગ્રેસના કાર્યકરો રેલી સ્વરૂપે સ્ટેશન રોડ સ્થિત કાર્યાલય ખાતેથી નીકળ્યાં હતાં. તેમના હાથમાં બેનર્સ તથા પક્ષના ઝંડાઓ હતાં. સૌ પ્રથમ તેમણે એસટી ડેપો ખાતે બસો અટકાવી હવા કાઢવાનો પ્રયાસ કરતાં પોલીસે તેમને અટકાવ્યાં હતાં. કોંગી કાર્યકરો અને પોલીસજવાનો વચ્ચે ઘર્ષણ થતાં વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. એસટી ડેપો ખાતે વિરોધ કરી રહેલાં 50થી વધુ કાર્યકરોની અટકાયત કરી તેમને ડિવિઝન પોલીસ સ્ટેશને લઇ જવાયાં હતાં.

ભરૂચ રેલવે સ્ટેશન ખાતે આવેલાં ગુજરાત એકસપ્રેસને કોંગી કાર્યકરોએ અટકાવ્યો હતો. ટ્રેનના એન્જીનની આગળ કાર્યકરો સુઇ ગયાં હતાં તેમજ એન્જીન પણ ચઢી ગયાં હતાં.ેન્દ્રની એનડીએ સરકારે ચલણમાંથી 500 અને 1000ના દરની નોટો રદ કરી દેતાં લોકોને ભારે હાલાકીનોસામનો કરવો પડી રહયો છે. પોલીસે ટીંગાટોળી કરીને કાર્યકરોને પાટા પરથી હટાવ્યાં હતાં. ભારે સુત્રોચ્ચાર સાથે સરકારની ટીકા કરવામાં આવી હતી.પોલીસે ટ્રેન રોકી રહેલાં કાર્યકરોની અટકાયત કરી લીધી હતી. મુંબઇથી અમદાવાદ જઇ રહેલાં ગુજરાત એકસપ્રેસને 5 મિનિટ કરતાં વધારે સમય માટે રોકી રાખવામાં આવ્યો. 10 કરતાં વધારે કાર્યકરોની અટકાયત બાદ ટ્રેનને રવાના કરવામાં આવી હતી. રેલવે તથા એસટી ડેપો ખાતેથી પોલીસે 60થી વધુ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી તેમને ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ ગઇ હતી.

ભરૂચમાં કોગ્રેસનાં કાર્યકરોએ ટ્રેન રોકી ચક્કાજામ કરી સરકાર વિરોધ સુત્રોચાર કર્યા હતા. તસવીર-રાજેશપેન્ટર

નોટબંધીથી લોકોને પડતી હાલાકીના વિરોધમાં કોંગ્રેસનું હલ્લાબોલ કર્યો

રેલવે સ્ટેશન પર કાર્યકરોએ ગુજરાત એકસપ્રેસને 5 મિનિટ સુધી રોકી રાખ્યો

અન્ય સમાચારો પણ છે...