તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

1,200 શાળાના 16,000 છાત્રોને શાળામાંથી બસના પાસ મળશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીજાશૈક્ષણિક સત્રનાં પ્રારંભ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લામાં એસ.ટી. બસનાં પાસ કઢાવવા માટે 5 ડેપો ઉપર લાગતી લાંબી કતારો તેમજ ધક્કામુક્કીથી એસ.ટી.વિભાગ દ્વારા વિદ્યાર્થીઓની સુવિધા અને સુરક્ષાને ધ્યાને લઇ 1200 જેટલી શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થી પાસ મળી રહે તે માટે યોજાયેલી બેઠકમાં નિર્ણય લેવાયો હતો.

દિવાળી વેકશેન પૂર્ણ થતા 18 નવેમ્બરથી શાળાઓ ખુલી જવા સાથે એસ.ટી. બસનાં પાસ મેળવવા ભરૂચ અને નર્મદા જિલ્લાનાં ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા, જંબુસર તેમજ રાજપીપળા ડેપો ઉપર વિધાથીર્ઓની ભારે ભીડ વચ્ચે ધક્કામુક્કી સજાર્ઇ રહી છે. એસ.ટી. તંત્રમાં સ્ટાફની ઘટ છાશવારે ખોટકાતા સર્વર વચ્ચે ઓનલાઇન પાસ કઢાવનારા છાત્રોની સંખ્યા વધુ હોવાથી છાત્રોનો અભ્યાસ બગડતા ભારે તકલીફ સર્જાઇ રહી હતી.

વિદ્યાર્થી પાસ કાઢવામાં થઇ રહેલા ભારે વિલંબ અને સમસ્યાનું નિરાકરણ લાવવા વિભાગીય નિયામક વાય.ઝેડ.સૈયદે શાળા-કોલેજોમાંથી છાત્રોનાં પાસ નીકળી શકે તેવી વ્યવસ્થા કરાઇ તે માટે વહિવટી તંત્રને અનુરોધ કર્યો હતો. નિવાસી નાયબ કલેકટર બી.જી. પ્રજાપતિની અધ્યક્ષતામાં ગુરુવારે એસ.ટી., જિલ્લા આચાર્ય સંઘ, શિક્ષક સંઘનાં હોદેદારોની બેઠક મળી હતી. બેઠકમાં સમસ્યાંનાં નિરાકરણ અને સુવિધા સાથે છાત્રોને સુરક્ષા મળી રહે તે હેતુસર શાળામાંથી બસનાં પાસ ઉપલબ્ધ થાય તે માટે આયોજન કરવા એસ.ટી. વિભાગે અનુરોધ કર્યો હતો.

જેમાં તમામ સહમતી દર્શાવતા શાળા-કોલેજોમાંથી વિદ્યાર્થી પાસની વ્યવસ્થા પર સહમતી દર્શાવાઇ હતી. હાલ 20 શાળાઓમાં ઓનલાઇન એસ.ટી. પાસ કઢાવવાની સુવિધા છે. અન્ય સુવિધા ધરાવતી શાળાઓને પણ આઇ.ડી. આપી વ્યવસ્થા ઉભી કરાશે. જે શાળા પાસે સુવિધા નથી તેમને ફોર્મ આપવામાં આવશે. જેઓ ફોર્મ ભરી એસ.ટી. ને આપતા તમામ છાત્રોનાં પાસ સાગમટે શાળાને આપી દેવાશે. વહિવટી તંત્ર, એસ.ટી. અને શિક્ષણ વિભાગના પ્રયાસોથી છાત્રો માટે ઉભી કરાયેલી સવલતથી તેમના સમયનો બચાવ થવા સાથે કતારોમાં ઉભા રહેવામાંથી મુકિત મળશે.

દરેક શાળા-કોલેજો ફોર્મ સ્વીકારશે તેવી અપાયેલી ખાતરી

ભરૂચ-નર્મદામાં ST પાસ કાઢવા છાત્રોને પડતી તકલીફ દૂર થશે

અન્ય સમાચારો પણ છે...