જંબુસરમાં તસ્કરો બે મકાનોમાં 1.70 લાખનો હાથફેરો કરી ગયાં

બન્ને પરિવારોના ઘરમાં લગ્ન પ્રસંગની તૈયારીઓ ચાલી રહી હતી

DivyaBhaskar News Network | Updated - Apr 02, 2018, 03:40 AM
જંબુસરમાં તસ્કરો બે મકાનોમાં 1.70 લાખનો હાથફેરો કરી ગયાં
જંબુસર શહેરમાં આવેલી દારૂલ કુરાન મદ્રેસા પાસેના બે મકાનોમાં તસ્કરોઅે રાત્રીના સમયગાળા દરમિયાન કુલ 1.70 લાખનો હાથફેરો કરી ગયાં હતાં. બન્ને બનાવો સંદર્ભે જંબુસર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસરના દારૂલ કુરાન મદ્રેસાની સામે આવેલાં મહેફુઝ નગર ખાતે રહેતાં ઇમરાન ઇસ્માઇલ ખીલજીની પત્ની તેમજ તેમના બાળકો ડાભા ગામે લગ્ન પ્રસંગમાં ગયાં હોઇ તેઓ ઘરે એકલા હતાં. દરમિયાન રાત્રીના સમયે વડ ગામે નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હોઇ તેઓ તેમના મિત્રો સાથે ત્યાં ગયાં હતાં. જ્યાંથી તેઓ રાત્રીના અઢીવાગ્યાના અરસામાં પરત ઘરે આવતાં તેમના ઘરના દરવાજા ખુલ્લા હોવાનું તેમજ લાઇટો ચાલુ હોવાનું જણાતાં તેમણે અંદર તપાસ કરતાં સામાન વેરવિખેર પડેલો હતો. તેમણે ઘરમાં ચકાસતાં તેમની હોટલના વકરાના મુકેલાં રૂપિયા 50 હજાર તેમજ તેમની પત્નીના પર્સમાંના રૂપિયા 5 હજાર તથા તેમની પત્નીની 5 હજારની ચાંદીની પાયલ અને 10 હજારની સોનાની વિંટી મળી કુલ 70 હજારની મત્તાની ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે તેમણે જંબુસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

બીજા બનાવમાં નજીકમાં આવેલાં ઇસ્માઇલ નગર ખાતે રહેતાં સલીમ ફકિર હાસમ ઘાંચીના ભત્રીજાના લગ્ન નક્કી કરવાના હોઇ તેઓ તેમના ઘરને તાળું પારી વડોદરા ખાતે ગયાં હતાં. દરમિયાન સવારે તેમના પાડોશીએ તેમને જાણ કરી ...અનુસંધાન પાના નં.2

X
જંબુસરમાં તસ્કરો બે મકાનોમાં 1.70 લાખનો હાથફેરો કરી ગયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App