ભરૂચથી કરજણ વચ્ચે નેશનલ હાઇવે પર રીપેરિંગનું કામ શરૂ

ભરૂચથી કરજણ વચ્ચે નેશનલ હાઇવે પર રીપેરિંગનું કામ શરૂ

DivyaBhaskar News Network

Apr 02, 2018, 03:40 AM IST
ભરૂચથી કરજણ વચ્ચે નેશનલ હાઇવે પર રસ્તાના રીપેરિંગની કામગીરીને કારણે વાહનચાલકોને હાલાકી ભોગગવી પડશે. રોજ એક કીમીના વિસ્તારમાં હાઇવેના અપ અને ડાઉન ટ્રેક પર બે લેનને બંધ રાખીને એક જ લેનમાંથી વાહનોને પસાર થવા દેવાશે. ચોમાસા પહેલા હાઇવેના રીપેરિંગનું આયોજન કરાયું છે.

નેશનલ હાઇવે પર ભરૂચથી કરજણ વચ્ચે રસ્તા પર ઠેર ઠેર ખાડાઓ પડી ગયાં છે જેના રીપેરિંગ માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે. ભરૂચથી વડોદરા અને વડોદરાથી ભરૂચ તરફના ટ્રેક પર ત્રણ - ત્રણ લેન આવેલી છે.

રોજના એક કીમીની લંબાઇના રસ્તાના રીપેરીંગનું આયોજન કરાયું છે. જે વિસ્તારમાં રીપેરિંગની કામગીરી ચાલતી હશે ત્યાં ત્રણમાંથી બે લેનને બંધ કરી દેવામાં આવશે અને એક જ લેનને વાહનો માટે ખુલ્લી રાખવામાં આવશે. ચોમાસા સુધી વાહનચાલકોને હાઇવે પરથી આ પ્રકારની સ્થિતિમાંથી પસાર થવું પડશે.

નેશનલ હાઇવે ઓથોરીટીના અધિકારીઓનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, પુરતી સલામતી અને સુરક્ષા સાથે રીપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે.

નેશનલ હાઈવે પર ભૂતકાળમાં ચોમાસા દરમિયાન ખાડા પડી જવાની સમસ્યા હતી. ખાડઓ પડી જવાને કારણે કલાકો સુધી ટ્રાફિક જામ રહેતો હતો. નર્મદા નદી પર કેબલ સ્ટેડ બ્રિજ બની જવાના કારણે નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા હળવી બની છે. ભરૂચ અને વડોદરા વચ્ચેના હાઈવે પર અત્યારે નાના ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેના કારણે અકસ્માતના બનાવો બની રહ્યા છે. ચોમાસામાં ખરાબ રસ્તાઓ સમસ્યા ઉભી કરે તે પહેલા રીપેરીંગ શરૂ કરી દેવામાં આવ્યુ છે. 29મીથી ભરૂચના ગોલ્ડન બ્રિજને બંધ કરી દેવામાં આવ્યો છે. જેના કારણે વડોદારા અને સુરત તરફથી આવતી કાર પણ હવે નેશનલ હાઈવેનો ઉપયોગ કરી રહી છે. ટ્રાફિકનું ભારણ વધી જતાં રસ્તાઓ પણ સારી હાલતમાં હોવા જરૂરી છે.

ભરૂચ અને કરજણ વચ્ચે હાઇવે પર રીપેરિંગની કામગીરી શરૂ કરવામાં આવી છે. તસવીર - રાજેશ પેઇન્ટર

વાહનોને ધીમી ગતિથી ચલાવવા પડશે

ભરૂચથી વડોદરા વચ્ચે નેશનલ હાઇવે પર બંને તરફ ત્રણ ત્રણ લેન હોવાથી વાહનો 120 કીમી પ્રતિ કલાક કરતાં વધારે ઝડપથી પસાર થાય છે. રીપેરિંગની કામગીરીને કારણે વાહનો સાવચેતી અને ધીમી ગતિએ ચલાવવાની ફરજ પડશે.

X
ભરૂચથી કરજણ વચ્ચે નેશનલ હાઇવે પર રીપેરિંગનું કામ શરૂ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી