તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજીરોટી છીનવાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નર્મદાજિલ્લામાં નવરાત્રી મહોત્સવમાં ડીજેનો ક્રેઝ વધી જતાં તબલા અને હારમોનિયમની બનાવટ અને રીપેરિંગ સાથે સંકળાયેલાં ડબગર પરિવારોની રોજગારી છીનવાઇ ગઇ છે. ડબગરોની દુકાનોમાં ઘરાકી ઓછી થઇ રહી હોવાથી હવે તેઓ પરંપરાગત વ્યવસાય છોડી નવા વ્યવસાયની શોધમાં લાગ્યાં છે.

નવરાત્રી ગરબામાં ડીજે નો ક્રેઝ વધતા ડબગર પરિવારોની હાલત કફોડી બની છે. નવરાત્રી પૂર્વે એક જમાનામાં જે દુકાનો પર ધમધમાટ ચાલતો હતો તે તબલા હાર્મોનિયમની દુકાન સુમસામ ભાસી રહી છે. રાજપીપળામાં તમામ સ્થળો પર માત્ર ડીજે ના તાલે ગરબા ચાલે છે જેથી તબલા હાર્મોનિયમ કોણ ખરીદે અને કોણ રીપેર કરાવે તે સવાલ ઉભો થયો છે.

પહેલી ઓક્ટોબરથી નવરાત્રીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે ગરબા આયોજકો અને ખેલૈયાઓ માં જે મહોત્સવની તૈયારીઓનો અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. બદલાતાં સમયની સાથે શેરી ગરબા લુપ્ત થઇ રહયાં છે અને તેના સ્થાને ડીજેનો ક્રેઝ ગરબા આયોજકોમાં વધ્યો છે. રાજપીપળામાં દરબાર રોડ,દોલત બજાર,જલારામ સોસાયટી, લુહાર ચાલ, દશાખડાયતાની વાડી, સંતોષ ચોકડી સહીતના વિસ્તારોમાં ગરબા ડીજે ના તાલે થાય છે. તબલા અને હારમોનિયમનો ઉપયોગ ઓછો થઇ જતાં વ્યવસાય સાથે સંકળાયેલાં ડબગર પરિવારોની રોજગારી છીનવાઇ ગઇ છે. ઘરાકી ઘટી પરિવારો હવે પરંપરાગત વ્યવસાય છોડી નવો વ્યવસાય શોધી રહયાં છે.

તબલા-હારમોનિયમની બનાવટમાં સંકડાયેલા ડબગરની રોજીરોટી છીનવાઇ.

ભરૂચ નર્મદા જિલ્લામાં મોટા ભાગના ગરબા ગ્રાઉન્ડો પર ડીજે ના તાલે ગરબાનું થતું આયોજન

ડીજેનો ક્રેઝ વધતાં ડબગરોની રોજગારી છીનવાઇ

અન્ય સમાચારો પણ છે...