તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રેલવે સ્ટેશને ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન મળ્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રેલવે સ્ટેશને ઇજાગ્રસ્ત હાલતમાં યુવાન મળ્યો

ભરૂચ | અંક્લેશ્વરરેલવે સ્ટેશનના ગેટ પાસે અંદરની સાઇડે એક યુવાન કોઇ રીતે માથામાં ગંભીર ઇજાઓ થયેલી હાલતમાં પડેલો મળી આવ્યો હતો. ત્યાંથી પસાર થતાં લોકોએ બનાવ સંદર્ભે 108ને જાણ કરતાં 108ની ટીમે સ્થળ ઉપર દોડી આવી તેને તાત્કાલિક સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. દરમિયાન તેનું નામ શિવાજી મરાઠે હોવાનું તેમજ તે જામનગર ખાતે રહેતો હોવાનું માલુમ પડ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ રેલવે પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનોનોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...