તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં ડેન્ગ્યુના સાત કેસ તબીબોને નોટીસ અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંજાન્યુઆરી મહિનાથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના 7 દર્દીઓ મળી આવ્યાં બાદ તંત્રએ હવે બેદરકાર તબીબોને નોટીસ આપવાનો નિર્ણય કર્યો છે. ખાનગી દવાખાનાના સંચાલકો ગાઇડલાઇન પ્રમાણે ટેસ્ટ કરતાં નહિ હોવાથી તેમજ આરોગ્ય વિભાગને જાણ કરતાં નહિ હોવાનું કારણ દર્શાવીને તંત્રએ હવે આવા તબીબો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે.

ભરૂચ શહેર તથા જિલ્લામાંથી પણ ડેન્ગ્યુના દર્દીઓ મળી આવ્યાં છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં જિલ્લામાંથી 64 શંકાસ્પદ દર્દી મળી આવ્યાંં હતાં. દર્દીઓના લોહીના નમુનાને તપાસ માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યાં હતાં જેમાંથી 7 નો રીપોર્ટ પોઝિટીવ આવ્યો છે.

ડેન્ગ્યુની બિમારીમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર લેતાં દર્દીઓ અંગે આરોગ્ય વિભાગને જાણ કરવાની હોય છે. ખાનગી તબીબ તરફથી જાણકારી મળ્યાં બાદ આરોગ્ય વિભાગ તકેદારીના પગલાંરૂપે જે તે વિસ્તારમાં સફાઇ તથા ફોગિંગ સહિતની કામગીરી કરાવતી હોય છે. કેટલાક તબીબો આરોગ્ય વિભાગની ગાઇડલાઇન મુજબ ડેન્ગ્યુનો ટેસ્ટ કરતાં નહિ હોવાથી તથા આરોગ્ય વિભાગને જાણ કરતાં નહી હોવાથી તેમને નોટીસ આપવાનું નકકી કરવામાં આવ્યું છે.

ભરૂચમાં પાણીજન્યરોગ અટકાવવા માટે અધિકારીઓની રીવ્યુ બેઠક મળી હતી. બેઠકમાં મેડીકલ ઓફીસરોની ટીમ બનાવવા કલેકટર સંદિપ સાંગલેએ આદેશ કર્યો છે. દરેક વિસ્તારમાં નિયમિત સફાઇ થાય તથા મચ્છરોનો ઉપદ્રવ ઘટાડવા તેમણે પાલિકા તથા શહેરને અડી આવેલી 7 ગ્રામ પંચાયતોને તાકીદ કરી છે.

ગાઇડલાઇનનું પાલન થતું નથી

^ડેન્ગ્યુનીબિમારીમાં ગાઇડલાઇન પ્રમાણે કામગીરી થતી નથી જેના કારણે લોકોમાં ખોટો ભય ફેલાઇ છે. ખાનગી તબીબો ઝડપથી જાણ કરે તો તકેદારીના પગલાં ભરી શકાય અને રોગચાળાને અટકાવી શકાય તેમ છે. જો કોઇ તબીબની બેદરકારી જણાશે તો તેને નોટીસ આપવાનું નકકી કરાયું છે. >ડૉ. વી.એસ.ત્રિપાઠી, આરોગ્યઅધિકારી, ભરૂચ

રોગચાળો અટકાવવા રિવ્યુ બેઠક

અત્યાર સુધીમાં 64 શંકાસ્પદ દર્દી મળ્યાં

અન્ય સમાચારો પણ છે...