તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આજે સર્વપિતૃ અમાસે સામૂહિક તર્પણવિધી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારેશ્રાદ્ધપક્ષનાં છેલ્લા દિવસ સર્વપિતૃ અમાવસ્યાએ ભરૂચ અને નર્મદા જિલ્લામાં નદી કિનારે સહિત ઠેર ઠેર સામૂહિક તર્પણવિધીનું આયોજન કરવામાં આવ્યું છે.

નર્મદા કિનારે પિતૃ તર્પણ, પીંડદાન, નારાયણ બલી અને શ્રાદ્ધનું વિશેષ મહત્વ રહેલુ છે. શુક્રવારે શ્રાદ્ધપક્ષનાં અંતિમ દિવસ સર્વપિતૃ અમાસે ભરૂચ અને નર્મદા જિલ્લામાં ઠેર ઠેર સામૂહિક તેમજ વ્યક્તિગત તર્પણ વિધિનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ જિલ્લાનાં પરશુરામ સંઘટન દ્વારા શહેરનાં પાંજરાપોળ ખાતે સામુહિક સર્વપિતૃ પૂજનનું આયોજન કરાયું છે. જયારે નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે રાજપૂત વાડીમાં સર્વપિતૃ અમાસે સામૂહિક તર્પણ થશે. ભજન-કિર્તન, સામૂહિક કાગવાસ અને તર્પણવિધી સાથે નામી-અનામી સર્વે મૃતાત્માઓ અને પિતૃઓને તર્પણ કરવામાં આવશે. સર્વપિતૃ અમાસે ગરીબ બાળકોને ભોજનનું પણ વિવિધ સંસ્થાઓ દ્વારા આયોજન કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...