તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચ જિ.ના મુસાફરો માટે 130 બસ અન્ય ડિવિઝનમાંથી આવી

ભરૂચ જિ.ના મુસાફરો માટે 130 બસ અન્ય ડિવિઝનમાંથી આવી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજપીપળાઅને વાલિયામાં ગરીબ કલ્યાણ માટે ફાળવાયેલી 210 સામે અન્ય ડિવિઝનમાંથી 130 મળી જતા ભરૂચ એસ.ટી. વિભાગે બન્ને જિલ્લામાં વિદ્યાર્થી અને મુસાફર ટ્રીપો કુનેહપૂર્વક સાચવી લેતા રોજિંદા સંચાલનને કોઇ અસર પહોંચી હતી.

રાજપીપળામાં ગુરુવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં અને ભરૂચનાં વાલિયામાં પણ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન કરાયું હતું. જેમાં ભરૂચ એસ.ટી. વિભાગની 267 પૈકી 210 બસોની ફાળવણી કરી દેવામાં આવી હતી. એક તબક્કે ભરૂચ અને નર્મદા જિલ્લામાં એસ.ટી. બસનું સંચાલન ઠપ થઇ જવાના સંજોગોનું નિર્માણ થયુ હતું. જો કે હાલમાં ચાલી રહેલી પરીક્ષાઓમાં ભરૂચ, અંકલેશ્વર, જંબુસર, ઝઘડિયા અને રાજપીપળા ડેપોથી મોટા ભાગે વિદ્યાર્થી ટ્રીપોનું સંચાલન થતુ હોવાથી અવ્યવસ્થા સર્જાઇ તે માટે વિભાગીય નિયામક વાય.જે.સૈયદ દ્વારા અગાઉથી 130 બસોની માંગણી કરાઇ હતી.

ભરૂચ વિભાગને વધારાની બસો ફાળવી દેવાતા 187 બસો થકી વિદ્યાર્થી ટ્રીપો તેમજ રોજિંદી બસોનું સંચાલન હાથ ધરવામાં આવ્યું હતું. ઓછા ટ્રાફિકવાળા રૂટો પર બસો નહિ મોકલી જયાં ટ્રાફિક અને મુસાફરોની માંગ હોય ત્યાં બસો દોડાવાઇ હતી.

ભરૂચ ડિવિઝનની 210 બસ ગરીબ મેળા માટે ફળવાઇ

અન્ય સમાચારો પણ છે...