તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે કલાક ટ્રેન વ્યવહાર ખોરવાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસર-પ્રતાપનગરનેરોગેજ રેલ્વે લાઇન પર પાદરા-લતીપુરા વચ્ચે મહાકાય વૃક્ષ રેલ્વે ટ્રેક પર પડતાં, બે કલાક સુધી ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. જેના કારણે મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ટ્રેક પરના વૃક્ષનો કાટમાળ ખસેડીને રેલ વ્યવહાર રાબેતા મુજબનો કરાયો હતો.

એક તરફ દેશનું રેલ્વે તંત્ર સૌથી વધુ સ્પીડથી દોડતી બુલેટ ટ્રેન દોડાવવા માટે પ્રયત્નશીલ બની છે. ત્યારે વડોદચા અને ભરૂચ જીલ્લાને જોડતી સૌથી જુની ગાયકવાડી શાસનકાળની નેરોગેજ રેલ્વેગેજમા અને નોકરીયાતો રોજીદા અવર-જવર કરતા હોય છે. સૌથી ધીમી ગતીએ ચાલતી ટ્રેનમાં છેવાડાના ગામોમાં રહેતા મુસાફરો અપ-ડાઉન કરતા હોય છે. જંબુસર-પ્રતાપનગર નેરોગેજ રેલ્વેલાઇન દેશની સૌથી ધીમી દોડતી રેલ્વેલાઇન પર પાદરા અને લતીપુરા વચ્ચેના રેલ્વે ટ્રેક પર મહાકાય વૃક્ષ ધરાશયી થતા, બે કલાક સુધી મુસાફરો અધ વચ્ચે અટવાયા હતાં.જેમાં વધુ પડતાં નોકરીયાતો હતા. સાથે વિધાથીઓને અને અનેક મુસાફરોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી.

વડોદરા-પ્રતાપનગર નેરોગેજ રેલ્વે લાઇનની પાદરા-લતીપુરા રોડ પર સવારે મહાકાય વૃક્ષ ધરાશાય થયુ હતુ જયાં સવારે નિત્યક્રમ પ્રમાણે જંબુસર તરફથી આવતી 8-20 ની ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. રેલ્વે પ્રશાસનના કમચારીઓ અને સ્થાનીક રહીશોએ ધરાશયી વૃક્ષના કાટમાળને કાપીને ખસેડવાની કામગીરીમાં લાગ્યા હતા. આખરે બે કલાકની ભારે જહેમત બાદ ટ્રેન વ્યવહાર પુન: શરૂ થયો હતો.

નેરોગેજ લાઇન પર વૃક્ષ ધરાશાયી

વૃક્ષનો કાટમાળ ખસેડીને આખરે વ્યવહાર શરૂ કરવામાં આવ્યો

પાદરા-લતીપુરા વચ્ચે મહાકાય વૃક્ષ પડતાં મુસાફરોને ભારે હાલાકી

નેરોગેજ લાઇન પર મહાકાય વૃક્ષ પડતં ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. તસવીરચિંતન ગાંધી

અન્ય સમાચારો પણ છે...