• Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • ભરૂચમાં વિશ્વકર્મા જયંતી અને CMનાં જન્મદિવસની ઉજવણી

ભરૂચમાં વિશ્વકર્મા જયંતી અને CMનાં જન્મદિવસની ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચમાંભોલાવ એસ.ટી. વર્કશોપ ખાતે શનિવારે સવારે 11.30 કલાકે વિશ્વકર્મા જયંતીની શ્રમિક દિવસ તરીકે ઉજવણી કરાઇ હતી. અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેલા ભરૂચનાં ધારાસભ્ય દુષ્યંત પટેલનાં હસ્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં જન્મદિવસ નિમિત્તે કેક કાપી તેમના સ્વસ્થ આયુની પ્રાર્થના કરાઇ હતી. વડાપ્રધાન ભરૂચ, ગુજરાત સહિત દેશને વિશ્વમાં અંકિત કરી વિકાસની નવી સિદ્ધીઓ સતત હાંસલ કરી સફળતાના શિખરો સર કરાવવા સાથે તમામ ભારતીયોનાં જીવનમાં ખુશાલી લાવે તેવી આશા કર્મચારીઓએ વ્યકત કરી હતી. ધારાસભ્ય સહિત, કર્મચારીઓ અને આગેવાનોએ વડાપ્રધાનનાં જન્મદિવસે તેમને શુભકામનાઓ પાઠવી હતી. વિશ્વકર્મા જયંતી અને વડાપ્રધાનનાં જન્મદિવસની ઉજવણીનાં કાર્યક્રમમાં પરમપાલ સીંગ, ડો. મીનાબેન નાગરાણી, મેહુલ પટેલ, ડીએમઇ વિકલ્પ શર્મા, ભરત વસાવા, અંબાલાલ ચૌહાણ, એસ.ટી. મજદૂર સંઘના પ્રમુખ નવનીત પરમાર, આંગણવાડીની બહેનો, જિલ્લાનાં વિવિધ ઉદ્યોગોનાં કર્મચારીઓ સહિત એસ.ટી.નાં 400 કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

મજદૂર સંઘ દ્વારા કરવામાં આવેલું આયોજન

CMનાં જન્મદિવસે કેક કાપી શુભકામના પઠવાઇ

અન્ય સમાચારો પણ છે...