તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • આપણે વૃક્ષો વાવીને નૈસર્ગને કાંઇક ધરવાનો પ્રયત્ન કરવો જોઇએ: લેઉવા

આપણે વૃક્ષો વાવીને નૈસર્ગને કાંઇક ધરવાનો પ્રયત્ન કરવો જોઇએ: લેઉવા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટતાલુકાના સુણેવખુર્દ ગામે નિલકંઠ વિદ્યાલયમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં શાળાના બાળકો તથા ગામના અને આજુબાજુના ગામના 200 દર્દીઓએ લાભ લીધો. કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ તથા અંકલેશ્વર રેન્જ દ્વારા હાંસોટ તાલુકાના સુણેવખુર્દ ગામે નિલકંઠ વિદ્યાલયમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન હાંસોટ તાલુકા પંચાયત પ્રમુખ હર્ષદભાઇ પટેલના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ભરૂચના બી.જે.લેઉવાએ જણાવ્યું કે વૃક્ષ મનુષ્યને ઓક્સિજન પુરુ પાડે છે. આપણા જિલ્લામાં ફ્ક્ત પાંચ ટકા વૃક્ષો છે દુઃખની વાત છે. તેને વધારવા માટે દરેક વ્યક્તિઓએ દર વર્ષે એક-એક વૃક્ષ વાવીને તેનું જતન કરીશું તો આપણે મનસુખ,તનસુખ અને ધનસુખના પણ અધિકારી બનીશું. કારણકે જન્મથી કે મૃત્યુ સુધી આપણે વૃક્ષો પાસેથી કાંઇ ને કાંઇ લેતા રહ્યા છે. આપણે વૃક્ષો વાવીને નૈસર્ગને કાંઇક ધરવાનો પ્રયત્ન કરીએ.

શાળાના બાળકો તથા ગામના તથા આજુબાજુના ગામના 200 જેટલા દર્દીઓએ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લીધો હતો.દર્દીઓની તપાસ કરી મફત દવાઓ આપવામાં આવી હતી. ઓપરેશનવાળા દર્દીઓને કા-કા-બા હોસ્પિટલ દ્વારા તપાસ કરી જરૂરિયાતમંદ લોકોને મફત ઓપરેશન કરી આપવામાં આવશે. દરમિયાન ડૉ.રોશન પટેલ, ડૉ.ભરતભાઇ વલવી, ડૉ.કીરીટભાઇ પટેલ તથા એમ.એમ.ગોહીલ.(R.F.O.)અંકલેશ્વ રેન્જ તથા તાલુકા પંચાયત સભ્ય હિતેશભાઇ પટેલ તથા સુણેવખુર્દના સરપંચ સંજીવ ભાઇ પટેલ અને ગામ લોકો હાજર રહ્યા હતા.હિતેશભાઇ પટેલ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો.

હાંસોટમાં આયોજિત રોગ નિદાન શિબિરમાં છાત્રાની આંખનું નિદાન કરી રહેલા તબીબ.

હાંસોટના સુણેવખુર્દમાં સર્વરોગ નિદાન કેમ્પનો 200 દર્દીઓએ લાભ લીધો

અન્ય સમાચારો પણ છે...