તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અછતગ્રસ્ત 78 ગામોમાં ટેન્કરથી પાણી અપાશે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચજિલ્લામાં ગત વર્ષની સરખામણીએ 33 % વરસાદની ઘટને પગલે ઉનાળામાં પીવાના પાણીની તંગી ઉભી થાય તે માટે પાણીથી અછતગ્રસ્ત 78 ગામોમાં ટેન્કરથી લોકોને પાણી મળી રહે તે માટે તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

કાળઝાળ ગરમીની સાથે આકારા ઉનાળાની શરૂઆત થઇ રહી છે.દરમિયાનમાં પીવા અને સિંચાઇના પાણીની તંગી નિવારવા માટે વહીવટી તંત્ર તરફથી પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. જિલ્લા કલેકટર ડૉ. વિક્રાંત પાંડેએ તમામ ગામડાઓમાં પાણીની સ્થિતિની સમીક્ષા કરી જરૂરી પગલાં ભરવા સંબંધિત અધિકારીઓને આદેશ કરવામાં આવ્યો છે. પીવાના પાણી સંદર્ભમાં જિલ્લાના 543થી વધારે ગામોમાં સર્વેની કામગીરી ચાલી રહી છે. ગત વર્ષની સરખામણીએ વર્ષે 33 % વરસાદની ઘટ હોવાથી લોકોને પીવાના પાણીની સમસ્યા નડી શકે તેમ છે. ભરૂચ, આમોદ, વાગરા, ઝઘડિયા, નેત્રંગ અને જંબુસર તાલુકાના 78 જેટલાં ગામોનો પાણીની તંગીથી અસરગ્રસ્ત ગામોમાં સમાવેશ થવા જાય છે.

દરિયાકાંઠાના ગામોમાં ખારાશની સમસ્યા

જિલ્લાનાદરિયાકિનારે આવેલાં વાગરા, જંબુસર અને હાંસોટ તાલુકાના ગામોમાં ખારાશની સમસ્યા છે. ભુર્ગભ જળ ખારા બની જતાં લોકોને પીવાના પાણીની સમસ્યા સતાવી રહી છે. ગામોમાં પીવાનું મીઠુ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ નખાયાં છે. ઉનાળામાં પાણીની જરૂરીયાતને પહોંચી વળવા ટેન્કરથી પાણી આપવું જરૂરી બને છે.

મહિના સુધી ચાલે પાણીનો જથ્થો

જિલ્લામાંઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં સિંચાઇનું પાણી મળી રહે તે માટે ધોળી, પિંગુટ અને બલદવા ડેમ બનાવવામાં આવ્યાં છે. ચોમાસામાં વરસાદ ઓછો થતાં જળાશયોમાં ગત વર્ષની સરખામણીએ પાણીની આવકમાં ઘટાડો થયો છે. પરંતુ ડેમોમાં સંગ્રહ થયેલાં પાણીથી કમાન્ડ એરિયામાં મે મહિના સુધી સિંચાઇનું પાણી આપી શકાશે.

વાગરા, આમોદ, જંબુસરમાં બારા યોજના

જિલ્લાનાનવ તાલુકાઓ પૈકી વાગરા, આમોદ અને જંબુસરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા બારા યોજના અમલમાં મુકવામાં આવી છે. યોજના અંતર્ગત નાંદ ગામ નજીકથી નર્મદા નદીમાંથી પાણી મેળવી તેને પાલેજ ખાતે આવેલાં ફિલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી પાઇપ લાઇનથી ત્રણેય તાલુકાઓમાં પાણી પહોંચાડવામાં આવે છે. વિસ્તારોમાં તેમ છતાં પાણીની થોડી સમસ્યા જોવા મળી રહી છે.

ભરૂચ શહેરમાં પાણીની તંગી નહિ પડે

ભરૂચશહેરની 1.75 લાખની વસતિને પીવાનું પાણી મળી રહે તે માટે માતરિયા તળાવ યોજના અમલમાં છે. નર્મદા કેનાલની અમલેશ્વર બ્રાંચમાંથી રોજના 3.70 કરોડ લીટર પાણી મેળવી તેનો માતરિયા તળાવમાં સંગ્રહ કરવામાં આવે છે. સંગ્રહિત પાણીને અયોધ્યાનગર ફીલ્ટરેશન પ્લાન્ટમાં શુદ્ધ કરી વિવિધ ટાંકીઓ સુધી પહોંચાડવામાં આવે છે. જેના પરિણામે શહેરના નાગરિકો માટે પાણીની કોઇ સમસ્યા સર્જાવાની હાલના તબક્કે કોઇ શક્યતા નથી.

કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે

અછતગ્રસ્ત ગામોની સંખ્યા

09

ઝઘડિયા

13

નેત્રંગ

14

આમોદ

13

વાગરા

01

ભરૂચ

27

જંબુસર

^ સમગ્ર જિલ્લામાં ઉનાળામાં કોઇ પણ સ્થળે પીવાના પાણીની તંગી ઉભી થાય તે માટે પાણી પુરૂ પાડતી કંપની સાથે કરાર કરવામાં આવ્યો છે. નગર પાલિકા કે ગ્રામ પંચાયત તરફથી દરખાસ્ત કરવામાં આવશે તો દરખાસ્તના આધારે તાત્કાલિક ધોરણે ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવશે. ઉનાળા દરમિયાનં જિલ્લામાં કે શહેરી વિસ્તારમાં પીવાના પાણીની કોઇ અછત ઉભી થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર તરફથી આગોતરૂ આયોજન કરવામાં આવી રહયું છે. જેનો જેમ બને તેમ ત્વરાથી અમલ શરૂ કરી દેવાશે. >ડૉ. વિક્રાંતપાંડે, કલેકટર,ભરૂચ

ભરૂચ જિલ્લાના 543થી વધુ ગામડામાં સર્વે : ગત વર્ષની સરખામણીએ વર્ષે 33% ઓછો વરસાદ

ઉનાળામાં લોકોને પાણીની તંગી પડે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગોતરૂ આયોજન કરાયું

અન્ય સમાચારો પણ છે...