તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચમાં સેન્ટ્રલ એકસાઇઝ દિવસની ઉજવણી કરાઇ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરૂચનીસેન્ટ્રલ એકસાઇઝ કમિશનરની કચેરીના ઉપક્રમે એકસાઇઝ દિવસની ઉજવણી જીએનએફસી ઓડીટોરિયમ ખાતે કરવામાં આવી હતી.

જીએનએફસી કોર્પોરેટ ઓડિટોરીયમ ખાતે આયોજિત કાર્યક્રમમાં સાંસ્કૃતિક તથા રમત ગમતનું આયોજન કર્મચારીઓ તથા તેમના પરિવારના સભ્યો માટે કરવામાં આવ્યું હતું. વિવિધ ક્ષેત્રમાં સરાહનીય તથા વિશિષ્ટ કામ કરનારા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યાં હતાં. પ્રસંગે વેસ્ટ ઝોનના સીપીડબલ્યુડીના ડીજી કમલપ્રિત સિંગ, વન સંરક્ષક સંજય શ્રીવાસ્તવ, ભરૂચના કલેકટર ડૉ. વિક્રાંત પાંડે, જીએનએફસીના ઇડી આર.ટી. ભાર્ગવ, ભરૂચ એકસાઇઝ વિભાગના કમિશનર વિજય કલસી સહિતના મહેમાનો હાજર રહયાં હતાં. કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓ તથા ઉદ્યોગોના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી હતી. ઉજવણીના ભાગરૂપે મુંબઇના થીયેટર ગૃપ દ્વારા જશ્ન -એ- કલામ રજૂ કરવામાં આવ્યું હતું. સેન્ટ્રલ એકસાઇઝ વિભાગના કમિશનર એ.વી. રમેશ, ઇન્સપેકટર બ્રિજેશ મિશ્રા દ્વારા ગીત રજૂ કરાયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...