તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • હાંસોટની યોગી વિદ્યા મંદિરના ધો.10 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

હાંસોટની યોગી વિદ્યા મંદિરના ધો.10-12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હાંસોટનીયોગી વિદ્યામંદિરના પટાંગણમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રમતોત્સવ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં અનેક મહાનુભાવો તથા મહેમાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.હાંસોટ સ્થિત યોગી વિદ્યામંદિર શાળાના પટાંગણમાં શાળાના પ્રમુખ હરેશભાઇના અધ્યક્ષ સ્થાને ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારંભ તથા સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને મહાનુભાવો તથા મહેમાનઓને માધ્યમિક વિભાગના આચાર્ય પ્રજ્ઞાબેન તથા પ્રાથમિક વિભાગના આચાર્ય નવિનભાઇ દ્વારા પુષ્પગુચ્છ તથા શાલ દ્વારા સન્માનિત કરી કરવામાં આવી હતી.ઉપસ્થિત હાંસોટ તાલુકા પંચાયતના પ્રમુખ હર્ષદભાઇ પટેલ દ્વારા બધા વિદ્યાર્થીઓ સારા માર્ક્સ સાથે ઉત્તિર્ણ થાય અને શાળાનું તથા તાલુકાનું નામ રોશન કરે એવી શુભેચ્છા પાઠવી હતી. મહાનુભાવો અને મહેમાનોએ શિશુ-1થી ધોરણ 4,7,9 સુધીના બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ રમતોત્સવ કાર્યક્રમ નિહાળ્યો હતો.શાળાના ભૂલકાઓને રોકડ ઇનામો આપી પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કાર્યક્રમ દરમ્યાન ભરૂચ જિલ્લા પંચાયત સભ્ય પ્રતિક્ષાબેન હાંસોટ તથા હાંસોટ તાલુકા પંચાયતના સભ્યો તથા મહેમાનો તથા શાળા પરિવાર તથા વાલીઓ મોટી સંખ્યામાં હાજર રહી બાળકોને શુભેચ્છા પાઠવી હતી. શાળાના પ્રમુખ હરેશભાઇ દ્વારા કાર્યક્રમ સફળ બનાવવા બદલ ઉપસ્થિત સહુનો આભાર વ્યક્ત કર્યો હતો.

1થી ધોરણ 4,7,9ના બાળકોનો સાંસ્કૃતિક તેમજ રમતોત્સવ કાર્યક્રમનું આયોજન કરાયું

હાંસોટમાં ધોરણ 10 અને 12ન વિદ્યાર્થીઓના વિદાય સમારોહમાં નાના ભુલકાઓ પણ ઉપસ્થિત રહી સાસં્કૃતિક કાર્યક્રમની ભરપેટ મજા માણી હતી. }પીરૂ મિસ્ત્રી

અન્ય સમાચારો પણ છે...