તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મંજુલાની સીમમાંથી 27 લાખના દારૂ સાથે એક ટ્રેલર કાર જપ્ત

મંજુલાની સીમમાંથી 27 લાખના દારૂ સાથે એક ટ્રેલર-કાર જપ્ત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આમોદપોલીસ પેટા ચુંટણીને લઇને પેટ્રોલીંગમાં હતી તે વેળાં તાલુકાના મંજુલા ગામની સીમમાંથી પોલીસે રૂપિયા 27 લાખની મત્તાનો વિદેશીદારૂ ભરેલી ટ્રકમાંથી કટિંગ કરવાનો કારસો ઝડપી પાડ્યો હતો. જોકે પોલીસને જોઇને ત્રણ આરોપીઓ નાસી છુટ્યાં હતાં. જ્યારે એક આરોપી પોલીસના સકંજામાં આવી ગયો હતો. પોલીસે 27 લાખનો દારૂનો જથ્થો તેમજ એક ટ્રેલર તથા એક કાર જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, આમોદ પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર જે. આઇ. પરમાર તેમજ તેમનો સ્ટાફ તથા સીપીઆઇ જી.આર. શર્મા સહિતની પોલીસ ટીમ આવતીકાલે યોજાનારી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીના સંદર્ભમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે, એક અનાનસ ભરેલી ટ્રેલરમાં વિદેશીદારૂનો જથ્થો લઇ આવી મંજુલાગામની સીમમાં કટીંગ કરવામાં આવી રહ્યું છે. જેના પગલે પોલીસની ટીમે તાત્કાલિક સ્થળ ઉપર ધામા નાંખતાં પોલીસને જોઇને ત્રણ આરોપીઓ નાસી છુટ્યાં હતાં. જ્યારે મંજુલા ગામનો ભરત છોટુ ઠાકોર પોલીસના ...અનુસંધાન પાના નં.2

પેટા ચુંટણીને ધ્યાનમાં રાખી પોલીસ પેટ્રોલિંગમાં હતી

આમોદ પોલીસે દારૂ કટિંગનો કારસો ઝડપી પાડ્યો

અન્ય સમાચારો પણ છે...