તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પેજ-1નું અનુસંધાન...

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મળતુંપાણી બંધ થાય છે ત્યારે શહેરીજનોને પાણીકાપનો સામનો કરવો પડે છે.

અત્યારે ડભોઇ નજીક કેનાલનું રીપેરિંગ ચાલતું હોવાથી દિવસ સુધી શહેરમાં એક ટાઇમ પાણી આપવામાં આવશે. રોજની 4 કરોડ લીટરની પાણીની જરૂરિયાત સામે બોરમાંથી માત્ર 2 કરોડ લીટર પાણી મળતું હોવાથી પુરવઠામાં 50 ટકાની ઘટ જોવા મળી રહી છે. પાણી પુરતા દબાણથી પહોંચતું નહિ હોવાને કારણે અમુક વિસ્તારોમાં ટેન્કરથી પાણી આપવાની ફરજ પડી રહી છે. માતરિયા તળાવ છલોછલ હોવા છતાં શહેરીજનોને પાણીના વલખા મારવા પડી રહયાં છે તે કડવી વાસ્તવિકતા છે.

કેબલસ્ટેઇડ બ્રિજ...

અશ્વિનગુપ્તાએ અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે 1.65 લાખની કિંમત ની 3 એલ.ઈ.ડી લાઈટની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ પી.એસ.આઈ. બી.જી.પટેલે આરંભી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બ્રિજની ઉપર 400 કરતાં વધારે લાઇટો લગાવવામાં આવી છે અને રાત્રિના સમયે મોટી સંખ્યામાં લોકો બ્રિજ ખાતે ઉમટી પડતાં હોય છે. ચોરીના બનાવો અટકાવવા સલામતી વધારવામાં આવે તે જરૂરી છે.

એસટીબસમાં...

જેટપાર્કકોલોની ખાતે રહેતાં અને અંક્લેશ્વર ખાતે વીજકંપનીમાં ફરજ બજાવતાં મુસ્તાક ઇબ્રાહિમ પટેલે પોતાની બાઇક સામેથી હંકારી લાવી એસટી બસ સાથે અકસ્માત સર્જયો હતો. જેમાં તેમને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું સ્થળ ઉપર કમમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર ઝેડ. આઇ. શેખ તેમજ તેમની ટીમ તુરંત સ્થળ ઉપર દોડી ગઇ હતી. પોલીસે મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી એસટી બસના ડ્રાઇવર ઉમરશા મોહમદશા દિવાનની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દબાણોદુર નહિ...

દબાણકારોપાસેથી કેટલાક સભ્યો તેમજ અધિકારીઓ અને અસામાજિક તત્વો દ્વારા હપ્તા ઉઘરાવી રહ્યા હોવાંના ગંભીર આક્ષેપ સાથે તેમની સામે ન્યાયિક તપાસની પણ માગણી કરી છે.

મારૂતિવાનનીટક્કરે...

એકમારૂતિવાનના ચાલકે પોતાની વાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી તેમને અડફેટે લેતાં તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે વાલિયા સરકારી દવાખાના બાદ વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ તેમજ તે બાદ ગ્લોબલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજતાં મૃતકના પુત્ર કેતન કનોજિયાએ વાલિયા પોલીસ મથકે મારૂતિવાનના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધ ફરાર મારૂતિવાન ચાલકને જેર કરવાની કવાયત હાથ ધરી છે.

દોરામાંઆજે...

ખેડૂતોએજમીન ગુમાવી છે ત્યારે તેમની સાથે આવતીકાલની બેઠકમાં જમીન સંપાદનના વળતરની ચુકવણીના સંદર્ભમાં ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવશે. જિલ્લાના 31 ગામના તમામ જમીન ગુમાવનારા ખેડૂતોના પ્રશ્નો અને તેના ઉકેલ સાથે આગામી દિવસોમાં જમીન સંપાદન અંગેની તેમની લડતને કેવી રીતે આગળ ધપાવી શકાય તે માટેના સલાહ સુચનો મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે.

જિલ્લાની3 તા. પંચા.ની...

કોંગ્રેસઅને જંબુસરમાં ભાજપનું શાસન છે. કવિઠા અને કાવી બેઠકના પરિણામો તાલુકા પંચાયતમાં તખટો પલટાવી શકે છે. હાલમાં ભરૂચ તાલુકા પંચાયતની કવિઠા બેઠક ઉપર તમામની નજર ટકી છે. ભરૂચ તાલુકા પંચાયતમાં વધારે સમય સુધી કોંગ્રેસનું શાસન હોવાનું કહેવાય છે. ત્યારે કવિઠા બેઠક તાલુકા પંચાયતનું શાસન યથાવત રાખે છે કે પછી તખ્ત પલટો કરાવે છે તે જોવું રહ્યું. બેઠક જીતવા માટે બન્ને પક્ષ દ્વારા સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવામાં આવી રહી છે. આચાર સંહિતા લાગવા છતાં અદરખાને અંતિમ તબક્કાની બેઠકો યોજાઇ રહી છે. આગામી 13મી જૂનના રોજ મતગણતરી કરાશે.

અન્ય સમાચારો પણ છે...