તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમની ગામે બનાવેલું વિશ્રામગૃહ અડીખમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સન1883 માં નિર્માણ પામેલું અા વિશ્રામગૃહ અાજે પણ અંગ્રજોના શાસનકાળનું સાક્ષી બનીને અડીખમ ઉભેલું છે. પ્રાપ્ત માહિતી અનુસાર અંગ્રજોના શાસનકાળ દરમ્યાન અંગ્રેજ અધિકારીઓ અા વિશ્રામગૃહમાં બિરાજમાન થઇ વહિવટ ચલાવતા હતા. પુરાણા ઢબનું નિર્માણ પામેલ અા વિશ્રામગૃહ અાજે પણ હાલતમાં છે.

અંગ્રેજ શાસનકાળ દરમ્યાન અધિકારીઓ પ્રજા પાસેથી મહેસુલની વસુલાત પણ અા વિશ્રામગૃહમાં બેસીને કરતા હતા. મામલતદાર કચેરી પણ અાજ વિશ્રામગૃહમાં કાર્યરત હતી. અાસપાસના ગામોમાં કોઇપણ ગુનો બનતો તો અટકાયત કરાયેલા ગુનેગારોને અા વિશ્રામગૃહમાં લાવી તેમના પર કાર્યવાહી ચલાવાતી હતી. અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન ભરૂચ, અામોદ અને વાગરાની પોલીસ વિશ્રામગૃહમાં અાવી અધિકારીઓને માહિતીથી માહિતગાર કરતી હતી. સિમેન્ટ ક્રોકીંટના બનેલા મકાનોની અાવરદા 50 થી 60 વર્ષોથી વધુ નથી હોતી ત્યારે અાજે પણ 134 વર્ષોના વહાણા વિત્યા છતાં અંગ્રેજોના શાસનકાળ દરમ્યાન નિર્માણ પામેલું સુડી સમની ગામનું વિશ્રામગૃહ હજુ પણ શિયાળો, ઉનાળો તથા ચોમાસાની કાળ ખાઇને અડીખમ ઉભેલું છે.

વિશ્રામગૃહમા અંગ્રેજોના શાસકો સ્થળેથી વહીવટી કામગીરી કરતાં હતાં

134 વર્ષે પણ ભુતકાળની ઝાંખી કરાવે છે

અન્ય સમાચારો પણ છે...