તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શાળામાં માળખાકિય સુવિધા ઉભી કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈન સોશિયલ ગ્રુપ દ્વારા શાળામાં માળખાકિય સુવિધા ઉભી કરાઇ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનગરપ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કસક મિશ્રશાળામાં કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા. લિ. કંપનીના અનુદાનથી જૈન સોશિયલ ગ્રુપ દ્વારા મધ્યાહન ભોજન તેમજ પીવાના પાણીની માળખાકિય સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેના લોકાર્પણ કાર્યક્રમમાં સૌએ ઉપસ્થિત રહી બાળકોના શિક્ષણ માટે સારૂ વાતાવરણ ઉભું થાય તે માટે તમામે પ્રયાસ કરવાની બાંહેધરી લીધી હતી.

ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલી નગરપ્રાથમીક શિક્ષણ સમિતિ સંચાલિત કસક મિશ્રશાળામાં જૈન સોશિલગ ગ્રુપ દ્વારા મધ્યાહન ભોજન તેમજ પીવાના પાણીની માળખાકિય સુવિધા ઉભી કરવામાં આવી હતી. જેના માટે કોવેસ્ટ્રો ઇન્ડિયા પ્રા. લિ. કંપની દ્વારા આર્થિક સહાય કરવામાં આવી હતી. તાજેતરમાં શાળામાં તૈયાર કરાયેલી નવી સુવિધાઓનું લોકાર્પણ કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પાલિકા પ્રમુખ આર. વી. પટેલ, કોવેસ્ટ્રો કંપનીના ફેક્ટરી મેનેજર ડો. અતુલ પેત્રી સહિતના ઉપસ્થિત રહ્યાં હતાં.

કોવેસ્ટ્રો ઇન્ડિયા કંપનીના સહાયથી સુવિધા બનાવાઇ

ભરૂચ કસક મિશ્રશાળામાં લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો