તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભરૂચ ખાતે દિવ્યાંગો માટે રમત ગમત સ્પર્ધાઓ યોજાઈ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભરૂચનાજીએનએફસી સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે દિવ્યાંગ બાળકો માટે જિલ્લાકક્ષાનો રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગ બાળકોએ ભાગ લઇ તેમનું કૌશલ બતાવ્યું હતું.

દિવ્યાંગ બાળકોમાં રહેલી સુશુપ્ત શકિતને ખીલવવા માટે વિવિધ સંસ્થાઓ તરફથી સ્પેશિયલ ઓલિમ્પિકસ દર વર્ષે યોજવામાં આવે છે. રવિવારે જીએનએફસી સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે રમતોત્સવમાં જિલ્લાની વિવિધ શાળાઓમાંથી આવેલાં દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. બાળકો માટે ગોળાફેંક, દોડ સહિતની રમતોનું આયોજન કરાયું હતું જેમાં તેમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો. સાંજે ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને ઇનામો તથા પ્રમાણપત્રો એનાયત કરાયાં હતાં. મહેમાનો તથા વાલીઓએ હાજર રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ભરૂચના દિવ્યાંગ ખેલાડી રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીયકક્ષાએ નામના મેળવી ચુકયાં છે.

બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇ તેમનું કૌવત બતાવ્યું

જીએનએફસી સ્પોટર્સ કોમ્પલેકસ ખાતે અાયોજન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો