તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • અંકલેશ્વર ખાતે સ્વ.કવિ પટિલની પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન યોજાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંકલેશ્વર ખાતે સ્વ.કવિ પટિલની પુણ્યતિથિ નિમિત્તે કવિ સંમેલન યોજાયું

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અંકલેશ્વરમૂર્ધન્ય સાહિત્યકાર સ્વ.મગનભાઈ ભૂધરભાઈ પટેલ ઉર્ફે કવિ પતીલ તેમજ સ્વ.કવિ મધુસુધન જોષીની પુણ્યતિથિ નિમિતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લાના કવિઓ પોતાની કૃતિ રજુ કરી હતી.

પ્રતિવર્ષની જેમ પતીલ સ્મારક સમિતિ દ્વારા મગનભાઈ ભૂધરભાઈ પટેલ ઉર્ફે કવિ પતીલ તેમજ સ્વ.કવિ મધુસુધન જોષીની પુણ્યતિથિ નિમિત્તે સ્મૃતિ પર્વનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંકલેશ્વર તેમજ ભરૂચ કવિઓએ મૌલિક કાવ્ય કૃતિ રસાસ્વાદ કરાવ્યો હતો. કવિ સંમેલનના પ્રારંભે સાહિત્યકર અને વિવેચક એવા દ.ગુ.યુનિવર્સીટીના ડીન સ્વ.ડૉ જગદીશ શ્રદ્ધાંજલી અર્પવામાં આવી હતી. ભૂતપૂર્વ પ્રિન્સિપાલ ડૉ. બોમી કાવીના તેમજ કડકીયા કોલેજના તુષાર સોનીએ સ્વ. જગદીશ ગુર્જરને શબ્દાજલી અર્પતા જણાવ્યું હતું. તેમના નિધન સાહિત્યક્ષેત્રે શૂન્યવકાશ સર્જાયો છે. કવિ સંમેલનમાં ભરૂચના કવિ બિમલ ચૌહાણ,પ્રભુદત્ત ભટ્ટ, હરિવદન જોષી, પ્રમોદ પંડ્યા, કમલેશ ચૌધરી, વીરેન ધડીયાળી, પૂજા વિભક, અંકલેશ્વરના કવિઓ આલાપ કાપડીયા, કેયુર પાઠક, દેવાનંદ જાદવ, હરીશ જોષી, બિપિન વાધેલા, સહીત કવિવરો પોતાની સ્વરચિત રચાનોનું રસપાન કરાવ્યું હતું.

સા.ગુ.યુનિ.ના ડીન સ્વ.જગદીશ ગુર્જરને અંજલિ અપાઇ

કવિઓએ તેમની કૃતિઓનું રસપાન કરાવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો