તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • યુવાશકિતએ કોંગ્રેસને મુશ્કેલીમાંથી ઉગારી છે : સાંસદ અહમદ પટેલ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુવાશકિતએ કોંગ્રેસને મુશ્કેલીમાંથી ઉગારી છે : સાંસદ અહમદ પટેલ

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કોંગ્રેસેઅનેક ચઢાવ ઉતાર જોયા છે અને જયારે કોંગ્રેસ મુશ્કેલીમાં આવી છે ત્યારે યુવાશકિતએ તેને મજબુત કરી છે તેમ રાજયસભાના સાંસદ અહમદ પટેલે જણાવ્યું છે. ભરૂચ શહેરના રાજપુત છાત્રાલય ખાતે રવિવારે યુવક કોંગ્રેસના સંમેલનમાં તેમણે ખાસ હાજરી આપી હતી.

રાજપુત છાત્રાલય ખાતે આયોજીત યુવા સંમેલનને સંબોધન કરતાં અહમદ પટેલે જણાવ્યું હતું કે, તેઓ પણ યુવક કોંગ્રેસના પ્રમુખ રહી ચુકયાં છે અને યુવાનોને મળતાં તેમને આનંદ થઇ રહયો છે. કોંગ્રેસે અનેક ચઢાવ ઉતાર જોયા છે અને જયારે કોંગ્રેસમાં નિરાશા કે હતાશા વ્યાપી છે ત્યારે યુવા શકિત તેની તાકાત બની આગળ આવી છે. ચાર રાજયોના પરિણામોથી નિરાશ થયા વિના તેમણે યુવાનોને મકકમ મનોબળ સાથે આગળ વધી રાજયમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને જીતાડવા હાકલ કરી હતી. તેમણે દરેક યુવા કાર્યકર્તાને મકકમ નિર્ધાર અને મનોબળ સાથે ચૂંટણીના કામે લાગી જવા અનુરોધ કર્યો છે.

ચાર રાજયોના પરિણામો અંગે તેમણે જણાવ્યું હતું કે, મણીપુર અને ગોવામાં કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે પણ કેન્દ્ર સરકારે પૈસા અને સત્તાના જોરે સરકાર બનાવી છે. તેમણે ભાજપને જુઠ્ઠાણા અને ગપ્પાવાળાઓની પાર્ટી ગણાવી હતી. તેમણે તેમના શાયરાના અંદાજમાં યુવાનોને પાનો ચઢાવ્યો હતો. સંમેલનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ તથા યુવક કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં. સંમેલનમાં સાંસદ અહમદ પટેલની હાજરીથી કાર્યકરોમાં નવી આશાનો સંચાર થયો હતો.

ભરૂચના રાજપુત છાત્રાલય ખાતે યુવક કોંગ્રેસના સંમેલનને સાંસદ અહમદ પટેલે સંબોધિત કરી ચૂંટણીના કામે લાગી જવા યુવા ટીમને હાકલ કરી હતી.તસવીર :રાજેશ પેઇન્ટર

ભાજપે પૈસા -સત્તાના જોરે સરકાર બનાવ્યાનો સાંસદનો આક્ષેપ

રાજપુત છાત્રાલયમાં યુવક કોંગ્રેસનું સંમેલન યોજાયું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો