તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bharuch
 • એકાઉન્ટમાં રૂપિયા નાંખવાનું જણાવી ATM નંબર સહિતની વિગતો મેળવી લીધી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એકાઉન્ટમાં રૂપિયા નાંખવાનું જણાવી ATM નંબર સહિતની વિગતો મેળવી લીધી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ICICI બેન્કના લોન વિભાગના અધિકારીની ઓળખ આપી હતી

ભરૂચના શખ્સને 22 લાખની લાલચ આપી રૂા. 4.18 લાખની છેતરપિંડી

ભરૂચનાશેરપુરા વિસ્તારમાં રહેતાં શખ્સનો મોબાઇલ ઉપર સંપર્ક કરી તેઓનું લકી કસ્ટમર તરીકે સિલેક્શન થયાનું જણાવી તેમને રૂપિયા 22 લાખ મળશે તેવી લાલચ ઠગ ટોળકીએ આપી હતી. જે બાદ તેમના ખાતામાં રૂપિયા નાંખવાના હોવાનું જણાવી તેમનો એકાઉન્ટ નંબર, એટીએમ કાર્ડ નંબર, સીવીસી નંબર સહિતની વિગતો મેળવી તેમના ખાતામાંથી કુલ 4.18 લાખ રૂપિયા એનઇએફટીથી અન્ય ખાતામાં ટ્રાન્સફર કરી લઇ છેતરપિંડી કરતાં તેમણે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, શેરપુરા ગામે કડવા સ્ટ્રીટ ખાતે રહેતાં સિરાજ ઇબ્રાહિમ પટેલ છુટક મજુરી કરી પોતાનું અને પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. ગત ડિસેમ્બર 2016માં તેમના મોબાઇલ નંબર ઉપર એક શખ્સનો ફોન આવ્યો હતો. જેણે પોતાનું નામ આર. પી. ગુપ્તા હોવાનું તેમજ તે આઇસીઆઇસીઆઇ લોન વિભાગના બ્રાન્ચ મેનેજર હોવાની ઓળખ આપી હતી. તેણે સિરાજ પટેલનું લકી કસ્ટમર તરીકે સિલેક્શન થયું હોઇ તેમને 22 લાખ રૂપિયા મળી શકશે તેવી લાલચ આપી તેમનો વિશ્વાસ કેળવવા તેમના પાસપોર્ટ બે ફોટા, આધારકાર્ડ, પાનકાર્ડની ઝેરોક્ષ તેમજ આએલઆઇસી નામનો રૂપિયા 24999નો ચેક દિલ્હીના યમુના વિહાર ખાતેના એડ્રેસ પર મોકલી આપવા જણાવતાં તેમણે કુરિયરથી તે મોકલી આપ્યાં હતાં.

...અનુસંધાન પાના નં.2બાદમાં પુન: ખત્રી નામના શખ્સનો તેમના પર ફોન આવ્યો હતો અને રૂપિયા 22 લાખ ખાતામાં નાંખવા માટે તેમના એકાઉન્ટ નંબરની વિગતો મેળવી હતી. ઉપરાંત વાતોમાં ભોળવી તેમની પાસેથી એટીએમ કાર્ડ નંબર, એક્સપાયરી ડેટ તેમજ સીવીસી નંબર સહિતની વિગતો મેળવી લીધી હતી. બાદમાં ગઠિયાઓએ તેમના એકાઉન્ટમાંથી તબક્કાવાર કુલ 4.18 લાખ રૂપિયા અનેઇએફટીથી ભાનુસિંગ તેમજ રામ કિશોર નામના શખ્સ સહિતના ખાતાઓમાં ટ્રાન્સ્ફર કરી લેતાં તેમની સાથે છેતરપિંડી કરાઇ હોવાનું માલુમ પડતાં આખરે તેમણે ભરૂચ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અગાળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો