તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નોંધણા કેનાલમાં ગરકાવ કામદારને શોધવાની કવાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જંબુસરતાલુકામાં આવેલાં નોંધણા ગામની સીમમાં ઓએનજીસીનું ટેસ્ટિંગનું કામ ચાલી રહ્યું હોઇ એક કામદાર નજીકમાંથી પસાર થતી કેનાલમાં પાણી લેવા જતાં અંદર ગરકાવ થઇ ગયો હતો. ઘટનાને પગલે લાશ્કરો તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી ગરક થઇ ગયેલાં યુવાનને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી છે. બનાવ સંદર્ભે વેડચ પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જંબુસર તાલુકામાં આવેલાં નોંધણા ગામની સીમમાં ઓએનજીસી કંપની દ્વારા ગેસ-ઓઇલ માટે સોઇલ ટેસ્ટિંગનું કામ કરવામાં આવી રહ્યું હતું. ટેસ્ટિંગની કામગીરીમાં પાણીની જરૂરિયાત હોઇ ત્યાં કામ કરી રહેલો મુળ આણંદના ખંભાત વિસ્તારનો રાહૂલ અમરસંગ પરમાર તેમની કામગીરીના સ્થળ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાંથી ટેસ્ટિંગની પ્રક્રિયા માટે પાણીની જરૂર પડતાં પાણી લેવા માટે ગયો હતો.

લાંબો સમય સુધી તે પરત નહીં આવતાં અન્ય કામદારોએ તપાસ કરતાં તે નહીં દેખાતાં પાણી કાઢતી વેળાં કોઇ કારણસર તેનું સંતુલન નહીં રહેતાં તેનો પગ લપસી જતાં તે કેનાલના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હોવાની શંકાએ તેમણે તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. ઉપરાંત પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ સ્થળ ઉપર દોડી આવતાં લાશ્કરો તેમજ સ્થાનિક તરવૈયાઓની મદદથી તેને શોધવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. બનાવને પગલે વેડચ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે લાશ્કરોની ભારે જહેમત બાદ પણ લખાય છે ત્યા સુધી કોઇ પતોલાગ્યો હતો.

લાશ્કરોની મદદથી યુવાનને શોધવાના પ્રયાસ

કામદાર કેનાલમાં પાણી લેવા ગયો હતો

અન્ય સમાચારો પણ છે...