તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરૂચને નવી 2 હમસફર અને 1 ઉદય ટ્રેનને સ્ટોપેજ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પશ્ચિમરેલવેનાં પહેલી ઓકટોબરથી લાગુ થતા નવા સમયપત્રક મુજબ નવી 3 ટ્રેનો અમદાવાદ-ચૈન્નઇ હમસફર એકસપ્રેસ, બાંદ્રા-જામનગર ઉદય એકસપ્રેસ અને શ્રીગંગાનગર-તીરૂચીરાપલ્લી હમસફર એકસપ્રેસને સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

પહેલી ઓકટોબરથી પશ્ચિમ રેલવેમાં નવુ ટાઇમ ટેબલ લાગુ થઇ રહ્યું છે. જેમાં નવી 7 ટ્રેનોની શરૂઆત કરવામાં આવી છે. જે પૈકી બે હમસફર અને એક ઉદય ટ્રેનને ભરૂચ રેલવે સ્ટેશને સ્ટોપેજ ફાળવવામાં આવ્યું છે. અમદાવાદ-ચૈન્નઇ હમસફર સાપ્તાહિક એકસપ્રેસ દર સોમવારે સાંજે 5 કલાકે ભરૂચ આવશે. જયારે ચૈન્નઇથી અમદાવાદ તરફ જતા દર શુક્રવારે રાતે 10.11 કલાકે ભરૂચ થોભશે.

શ્રીગંગાનગર-તીરૂચીરાપલ્લી હમસફર એકસપ્રેસ દર મંગળવારે રાતે 11.35 કલાકે અને ડાઉનમાં દર શનિવારે સાંજે 4.18 કલાકે ભરૂચ આવશે. બાંદ્રા-જામનગર ઉદય એકસપ્રેસ મંગળ,ગુરુ અને રવિવારે સવારે 5.03 કલાકે અને બુધ, શુક્ર અને સોમવારે જામનગર તરફથી ભરૂચ સવારે 4.48 કલાકે આવશે. સાથે 30 ટ્રેનોને સુપરફાસ્ટ કરાતા જે પૈકી 20 જેટલી ટ્રેનો ભરૂચ, અંકલેશ્વર ખાતે થોભતી હોય મુસાફરોને હવે વધુ નાણાં ચૂકવવા પડશે. દિવસની પાસ હોલ્ડરોની ટ્રેનોને સુપરફાસ્ટ કરાતા પાસ હોલ્ડર એસોસીએશનમાં કચવાટ જોવા મળી રહ્યો છે.

ટ્રેનોનો સમય 1 થી 45 મિનિટ વહેલો કરાયો

ટ્રેનોને સુપરફાસ્ટ કરાતા યાત્રીમાં કચવાટ

અન્ય સમાચારો પણ છે...