તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bharuch
  • મુખ્ય અધિકારી ગાંધીનગર ગયાં અને તેમની બદલીની અફવા ઉડી

મુખ્ય અધિકારી ગાંધીનગર ગયાં અને તેમની બદલીની અફવા ઉડી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંકલેશ્વરનગરપાલિકાના મુખ્ય અધિકારી અને સત્તાધીશો વચ્ચે વિવાદ ચાલી રહયો છે તેવામાં મુખ્ય અધિકારી સરકારી કામ માટે ગાંધીનગર જતાં તેમની બદલીની અફવા ઉડી હતી. આખો દિવસ મુદ્દો ટોક ઓફ ટાઉન રહયો હતો પરંતુ મુખ્ય અધિકારીએ બદલીનો કોઇ પત્ર મળ્યો હોવાનો ખુલાસો કરતાં અફવા પર ટાઢુ પાણી રેડાઇ ગયું હતું.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાની અંકલેશ્વર નગરપાલિકાના મુખ્ય અધિકારી ધર્મેશ ગોહિલ અને સત્તાધારી ભાજપના આગેવાનો વચ્ચે વિકાસકામોના ટેન્ડરિંગ બાબતે વિવાદ ચાલી રહયો છે. 2 દિવસ પૂર્વે કારોબારી અધ્યક્ષ સંદિપ પટેલ, પ્રમુખ મીનાબેન પટેલ તેમજ અન્ય સભ્ય ગાંધીનગરની મુલાકાતે ગયાં હતાં. ભાજપના સત્તાધીશોની ગાંધીનગરની મુલાકાત બાદ બીજા દિવસે મુખ્ય અધિકારી ધર્મેશ ગોહિલ પણ ગાંધીનગર ગયાં હતાં.

બે દિવસના સમયગાળામાં પદાધિકારીઓ તથા અધિકારીની ગાંધીનગરની મુલાકાત બાદ અંકલેશ્વર નગર પાલીકાના ચીફ ઓફિસર ની બદલી થઇ હોવાની અફવા ફેલાઈ હતી. જે આખો દિવસ નગર પાલીકા કચેરી ખાતે અધિકારી અને કર્મચારીઅોમાં તેમજ અંકલેશ્વરના રાજકીય પક્ષો અને સભ્યો માટે ટોક ઓફ ટાઉન મુદ્દો બન્યો હતો. પાલીકા ચીફ ઓફિસર ધર્મેશ ગોહિલનો સંપર્ક કરવામાં આવતાં તેમણે માત્ર એક અફવા અત્યાર સુધી છે મારી કોઈ બદલી થઇ હોય તેવો સત્તાવાર રીતે કોઇ પત્ર અત્યાર સુધી મને મળ્યો નથી. મુખ્ય અધિકારીના ખુલાસા બાદ આખો દિવસ ચાલેલી અફવા પર ઠંડુ પાણી રેડાઇ ગયું હતું.

પાલિકા કચેરી અને રાજકીય વર્તુળોમાં ચર્ચાનો દોર

ટેન્ડરિંગના મુદ્દે સત્તાધીશો અને CO વચ્ચે વિવાદ

અન્ય સમાચારો પણ છે...